સાબરકાંઠાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો.
સાબરકાંઠાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો.
ખેડબ્રહ્મા શહેરમા નવા નગરપાલિકા પ્રમુખ તરીકે ડો. પ્રિયંકાબેન કમજીભાઈ ખરાડી અને ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જુજારસિંહ ચૌહાણ (એડવોકેટ)ની આજરોજ મળેલી નગરપાલિકાની સામાન્ય બેઠકમાં બિન હરીફ વરણી કરાઈ. ખેડબ્રહ્મા નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન નિમાયું હતું.ત્યારે તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણી 2025 માં ખેડબ્રહ્મા નગરપાલિકામાં 28 બેઠકમાંથી17 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થતા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિન હરીફ વિજેતા બન્યા હતા. ત્યારે ખેડબ્રહ્મા શહેરને આગામી અઢીવર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું. કે નગરને આગામી શહેરી વિકાસ વર્ષમાં વિકાસની ગતિ બમણી બનશે તેવી ખાતરી આપી હતી. આજરોજ ચુંટણી અધિકારી પ્રાંતઅધિકારી શ્રી નૈમેશ ડી પટેલ ની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ મળ્યું હતું . જિલ્લા ભાજપ તરફથી જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, તખ્તસિંહ હડિયોલ, જયેશભાઈ પટેલ, લુકેશભાઈ સોલંકી શહેર પ્રભારી મુકેશભાઈ સોલંકી, શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ પ્રદેશમાંથી આવેલ મેન્ડેડ પ્રાંત અધિકારીને રજૂ કર્યું હતું. અને જનરલ સભામાં ભાજપના 17 અને કોંગ્રેસના 11 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં સામા પક્ષે કોઈ પણ ઉમેદવાર ન હોવાથી બંને ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. અને બહાર ટેકેદારોમાં હર્ષ અને ખુશીની લાગણી જોવા મળી હતી. ખેડબ્રહ્માના ઉત્સાહી બાહોશ પી.આઇ. ડી.આર.પઢેરીયા પી.એસ.આઇ કે.વી.વહોનિયા તથા સમગ્ર સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
