બોરભાઠાબેટ નવા મકતમપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં જીવનકૌશલ્યો અને વ્યવસાયિક કૌશલ્યોની ખીલવણી થાય તે હેતુથી એક્સપોઝર વિઝીટનું આયોજન કરાયું
બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
એટ ધીસ ટાઇમ સમાચાર
બોરભાઠાબેટ નવા મકતમપુર પ્રાથમિક શાળામાં વ્યવસાયિક શિક્ષણ કૌશલ્ય અંતર્ગત એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. NEP- 2020 અંતર્ગત બાળકોને શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ મળી રહે, બાળકો સ્થાનિક કક્ષાના વ્યવસાયકારોથી પરિચિત થાય અને વિદ્યાર્થીમાં વ્યવસાયિક કૌશલ્યનાં વિકાસ પ્રત્યે રસરૂચી કેળવાય તે હેતુથી ગોહીલ રાધાબેન દ્વારા વિદ્યાર્થીઓને ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇરા ફર્નિચર શોરૂમ તથા તેના વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ એક્સપોઝર વિઝીટ પ્રસંગે અજયભાઈ દ્વારા વિદ્યાર્થીઓને નેતરમાંથી બનતી વિવિધ હોમ ડેકોરની વસ્તુઓ તથા ફર્નિચરની વિવિધ વસ્તુઓ કેવી રીતે બને છે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન સહિત તમામ પ્રકારની માહિતી આપવા આવી હતી. આ વિઝીટ દરમ્યાન કારીગરો સાથે વાતચીત કરાવી તેમનું કૌશલ્ય તેમજ કારીગરીનું બાળકોએ અવલોકન કર્યું હતું.
NEP 2020 અંતર્ગત 10 BAG LESS DAYS નો હેતુ સિધ્ધ કરવા એક્સપોઝર વિઝીટ કરાવવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓમાં કૌશલ્ય આધારિત વ્યાવસાયિક શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય તેવાં પ્રયત્નો સફળ રહ્યા હતા.
આ સાથે શાળામાં વિદ્યાર્થીઓ માટે હેન્ડ ક્રાફ્ટની વિવિધ વસ્તુઓ બનાવવા શિખે તે માટે પણ શાળાના શિક્ષક અને હેન્ડીક્રાફ્ટ એક્સપર્ટ એવા હિમાનીબહેને શાળાનાં વિદ્યાર્થીઓ માટે હોમડેકોરની વસ્તુઓ, હેન્ડ જ્વેલરી તથા હોમ ડેકોરેશનનો વર્કશોપ યોજ્યો હતો. આમ વિદ્યાર્થીઓમાં જીવનકૌશલ્યો અને વ્યવસાયિક કૌશલ્યોની ખીલવણી થાય તે હેતુથી ઉપરોક્ત તમામ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
