રાજકોટ શહેર મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ બે ઇસમોને પાસા કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં તાજેતરમાં જ અગાઉની ફરીયાદ પાછી ખેંચી લેવા ફરીયાદીને ધમકાવી અને સાહેદના ઘરે જઇ તોડફોડ કરવાના ગુન્હા તેમજ મારામારી, ધમકીઓના અનેક ગુન્હાઓ પકડાયેલ માથાભારે નામચીન બે ઇસમોની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા. માથાભારે અને મારામારી ના ગુન્હાઓ કરતા ઇસમો આવા પ્રકારના ગુન્હાઓ કરતા અચકાય અને શરીર સબંધી ગુન્હાઓ ઉપર અંકુશ રહે અને લોકોનો પોલીસ ઉપર વિશ્વાસ વધે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ બે ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતા મદદનીશ પોલીસ કમિશનર આર.એસ.બારીયાના માર્ગદર્શન હેઠળ ઇસમોને પકડી પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ છે. (૧) દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદભાઇ ગોહેલ ઉ.૩૯ રહે.બાબરીયા RMC ત્રણ માળીયા કવાર્ટર નં.૬૧૫ બ્લોક નં.૧૪ રાજકોટ વાળાને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. (૨) હીતેન્દ્રસિંહ ઉર્ફે હકોકડી ભુપતસિંહ જાડેજા ઉ.૩૧ રહે.સફર એપાર્ટમેન્ટ બી-વીંગ બ્લોક નં.૫૦૬ સનરાઇસ સ્કુલની સામે રેલનગર રાજકોટ વાળાને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.