આગામી ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪થી જનરલ હોસ્પિટલ ગોધરાની ઓ.પી.ડીના સમયમાં ફેરફાર કરાશે - At This Time

આગામી ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪થી જનરલ હોસ્પિટલ ગોધરાની ઓ.પી.ડીના સમયમાં ફેરફાર કરાશે


GMERS નિયમો અનુસંધાને સવારે ૯ થી ૧ અને સાંજે ૩ થી ૫ વાગ્યા સુધી ઓ.પી.ડી.નો સમય રહેશે

પંચમહાલ સહિત નજીકના જિલ્લાઓમાંથી સારવાર કરાવવા આવતા લોકોને નોંધ લેવા કરાઈ અપીલ

ગોધરા

પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત આવેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે હજારોની સંખ્યામાં દરરોજ ઓ.પી.ડી નોંધાતી હોય છે.આ જનરલ હોસ્પિટલ ગોધરા તારીખ ૦૧ એપ્રિલ ૨૦૨૩થી GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં પરિવર્તિત કરાઈ હતી.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના નિયમો અનુસંધાને આગામી તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૪થી ગોધરા સ્થિત જનરલ હોસ્પિટલના ઓ.પી.ડીના સમયમાં ફેરફાર કરાશે.જેમાં સવારની ઓ.પી.ડી. સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી રહેશે જ્યારે સાંજની ઓ.પી.ડીનો સમય બપોરના ૩.૦૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે.

આથી પંચમહાલ અને બીજા તમામ જિલ્લાઓમાંથી જનરલ હોસ્પિટલ,ગોધરા ખાતે સારવાર કરાવવા આવતા લોકોને આ ઓ.પી.ડીના સમય ફેરફાર બાબતની નોંધ લેવા GMERS મેડિકલ કોલેજ,ગોધરાના તબીબી અધિક્ષક દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.