અમારી કપરી પરિસ્થિતિમાંથી સરકારે હાથ ઝાલીને અમને બહાર કાઢ્યાં હવે અમે નવા અને પાકાં ઘરમાં સુખેથી રહી શકીશું: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી
અમારી કપરી પરિસ્થિતિમાંથી સરકારે હાથ ઝાલીને અમને બહાર કાઢ્યાં હવે અમે નવા અને પાકાં ઘરમાં સુખેથી રહી શકીશું: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી
નાગરિકોની હિતેચ્છુ સરકાર દ્વારા જનસેવાનાં અવિરત કાર્યો થકી આજે રાજ્યનાં ગામે-ગામ અને ખૂણે-ખૂણે ખુશી અને આનંદ છવાયાં પોતાની માલિકીનું ઘરના “ઘર”નું સપનું કોને ન હોય? શિયાળાની ભૂક્કા બોલાવી નાખે તેવી ટાઢ હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે પછી ચોમાસાનો અનરાધાર વરસાદ હોય પોતાના પાકાં ઘરમાં વ્યક્તિ સલામતીનો અનુભવ કરે છે. હું મારા ઘરમાં સંપૂર્ણ સુરક્ષિત છું તે બાબતે નિશ્ચિત થયેલો વ્યક્તિ સારું જીવન જીવી શકે છે અને પોતાના પરિવારનું જતન પણ સારી રીતે કરી શકે છે. આજે વાત કરવી છે બોટાદ જિલ્લાનાં ચારણકી ગામનાં ચંદુભાઇ કુબાવતની જેમને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવ્યો સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ચંદુભાઇએ સરકારશ્રીનો આભાર માનતાં જણાવ્યું કે, “પાકાં ઘરમાં હવે મારો પરિવાર સંપૂર્ણ સુરક્ષિત રહેશે. પહેલાં કાચાં મકાનમાં બધી ઋતુમાં તકલીફોનો સામનો કરવો પડતો, ખૂબ અગવડ થતી, તેમાં પણ ખાસ કરીને ચોમાસું કાઢવું અમારા માટે ખૂબ આકરું હતું, પરંતુ અમારી કપરી પરિસ્થિતિમાંથી સરકારે જાણે અમારો હાથ ઝાલીને અમને બહાર કાઢ્યાં હવે અમે અમારા આ નવા અને પાકાં ઘરમાં સુખેથી રહી શકીશું. અમારા ઘરનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે અને 2-3 દિવસમાં તો અમે અમારા નવા પાકાં ઘરમાં રહેવા લાગશું. અમને અને અમારા જેવા અનેક પરિવારોને સાથ આપવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો હ્રદયપૂર્વક આભાર પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા રાજ્યનાં અનેક જરૂરિયાતમંદ લાભાર્થીઓને પાકાં આવાસ મળ્યાં છે અને સૌ સુખ-શાંતિથી રહી શકે છે. નાગરિકોની હિતેચ્છુ સરકાર દ્વારા જનસેવાનાં અવિરત કાર્યો થકી આજે રાજ્યનાં ગામે-ગામ અને ખૂણે-ખૂણે ખુશી અને આનંદ છવાયાં છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.