સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ CISF ની ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી સાયકલ રેલીનું પોરબંદર જિલ્લાના વિસાવાળા ખાતે ભવ્ય સ્વાગત - At This Time

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ CISF ની ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી સાયકલ રેલીનું પોરબંદર જિલ્લાના વિસાવાળા ખાતે ભવ્ય સ્વાગત


સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ CISF ની ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી સાયકલ રેલીનું પોરબંદરજિલ્લાના વિસાવાળા ખાતે ભવ્ય સ્વાગત

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) તેના 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રથમ "ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન" શરૂ કરેલ છે. કચ્છના લખપતથી કન્યાકુમારીની સફરમાં ૨૫ દિવસોમાં ૬,૫૫૩ કિમીની કઠોર યાત્રા પર ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સમર્પિત CISF સાયકલ સવારો નીકળ્યા છે.
"सुरक्षित तट, समृद्ध भारत" (સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારત) ની પ્રેરણાદાયી થીમ હેઠળ, આ પહેલનો હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે, જેમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકો સહિત દાણચોરી દ્વારા ઉભા થતા જોખમોને પ્રકાશિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત આજે પોરબંદર જિલ્લામાં સાયકલ વેલી આવી પહોંચે ત્યારે મિયાણી ગામ દ્વારા જ્ઞાની પ્રાથમિક શાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત આ સાયકલ રહેલી વિશાવાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે સંસ્કૃતિ કાર્યક્રમ સહાય કરેલી તથા પ્રવચન કાર્યક્રમ પણ રાખેલ હતો આ કાર્યક્રમ નિમિત્તે વિસાવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તદુપરાંત અધિકારો તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રામ મોઢવાડિયા પોરબંદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image