જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જસદણ યાર્ડમાં કાલે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના લાભાર્થી કેમ્પ - At This Time

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જસદણ યાર્ડમાં કાલે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના લાભાર્થી કેમ્પ


રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો કેમ્પ યોજાશે. રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ચાવ, બક્ષીપંચ મોરચાના જિલ્લા ભાજપ મંત્રી ગટુભાઈ ગીડા, બક્ષીપંચ મોરચાના જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, બક્ષીપંચ મોરચા જસદણ શહેર ભાજપ મહામંત્રી અમરશીભાઈ રાઠોડ, વિશ્વકર્મા યોજનાના ઇન્ચાર્જ રાજુભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના માટેનો કેમ્પ તા. ૫૧૨૦૨૪ ને શુક્રવારે સવારે ૯ કલાકે જુના માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતે યોજાશે. આ કેમ્પમાં ૧૮ પારંપરિક વ્યવસાયો અંગેની યોજના સામેલ છે. શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઇડી કાર્ડ દ્વારા પણ માન્યતા આપવાની જોગવાઈ છે. પ્રથમ તબક્કામાં એક લાખ રૃપિયા સુધીની અને બીજા તબક્કામાં બે લાખ રૃપિયા સુધીની સહાય માત્ર પાંચ ટકાના દર ઉપર આપવામાં આવશે. આ યોજના હેઠળ કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ ટુલકીટનો લાભ, ડિજિટલ લેવડ-દેવડ પર ઇનસેટિવ અને માર્કેટિંગની મદદ પણ મળી રહેશે. આ સમારોહમાં અતિથિ વિશેષ પદે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભા, નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માકડીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નવીનપરી ગોસ્વામી, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ખોડાભાઈ ખસિયા, રમાબેન મકવાણા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, મહામંત્રી મુકેશભાઈ જાદવ તથા બીબીસી છાયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આધાર કાર્ડ તેમજ ફોટા લઈને કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.