કચ્છ જિલ્લાના ખેડૂતો માટે ભચાઉ તાલુકાના કુંભારડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
કચ્છ જિલ્લાના ખેડૂતો માટે ભચાઉ તાલુકાના કુંભારડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા ગાંધીધામ ધારાસભ્યશ્રી દ્વારા ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણના સંરક્ષણ સાથે ઝેરમુકત ખોરાકના ઉત્પાદન માટે અનુરોધ કરાયો
ભુજ, શનિવાર
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય ઉપરાંત ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરવા આત્મા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં કુંભારડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ બી. જાડેજા દ્વારા આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ કેમ જરૂરી છે તે અંગે જણાવી કચ્છ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન સુધારે તેના પર ભાર મુક્યો હતો. ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી દ્વારા ખેડૂતો પોતાની જમીનને ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થકી સ્વસ્થ બનાવી ઝેરમુક્ત અનાજ, શાકભાજી કે ફળો પકવી લોકોના આરોગ્યની સુખાકારી માટે આગળ આવે તથા કચ્છ જિલ્લો પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર રહે તે માટે ખેડૂતો પ્રતિજ્ઞાબધ્ધ બને તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે SPNF એસોસીયેશન, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મહાત્માશ્રી પ્રફુલ્લભાઇ સેંજલીયા દ્વારા દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ અંગે તથા જયારે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી હિતેષભાઇ વોરા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાફસા, આચ્છાદન અને સહજીવી પાકો અને પ્રાકૃતિક કૃષિમાં વાનસ્પતિક અસ્ત્રો બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, દસપર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર વિશે વિગતવાર માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે એફ.પી.ઓ.ની અગત્યતા અંગે જણાવ્યું હતું. ઝોન સંયોજકશ્રી રતીલાલ શેઠીયા દ્વારા બાગાયતી પાકોમાં પંચસ્તરીય મોડલ કેવી રીતે તૈયાર કરી વધુ આવક મેળવવી તે વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે. ઓ. વાઘેલા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણુભા જાડેજા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી ઘેલાભાઇ ચાવડા, નાયબ ખેતી નિયામકશ્રી (તા.)-વ- પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના શ્રી પી. કે. તલાટી, મદદનીશ ખેતી નિયામકશ્રી શ્રી દિનેશ ચૌધરી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના કલ્પેશ મહેશ્વરી, બાગાયત અધિકારી શ્રી રાહુલ પ્રજાપતિ તેમજ આત્મા યોજનાના શ્રી જીગ્નેશ ઠાકોર, મુંદરાના બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી, નરેશ પરમાર, ભચાઉના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી વિપુલ ઘુમલીયા, નખત્રાણાના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી ગાયત્રીબેન પટેલ, અંજારના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી શ્રી ડો. આદર્શ લોઢા, હાલોલ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના રીસર્ચ એસોસીયેટ શ્રી ડો. સીતારામ જાટ, કુંભારડી સરપંચશ્રી દેવશીભાઇ રબારી, વિકાસભાઇ રાજગોર, શ્રી વાઘજીભાઇ છાંગાશ્રી શક્તિસિંહ જાડેજા, શ્રી રામજીભાઇ બી. સથવારા, શ્રી દેવશીભાઇ પરમાર તથા કુકમા કેવીકેના ટેકનીકલ ઓફીસર, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) તેમજ ગ્રામ સેવકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઇઓ ઉપરાંત મહિલા ખેડૂતોએ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.