ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ઉના કોડીનાર તાલુકામાં અતિ ભારે વરસાદથી અનેક પશુ-પક્ષીઓ નોંધારા બન્યા હતા ત્યારે પક્ષી પ્રેમીઓએ ચણ નાખીને જીવનદાન આપ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ઉના કોડીનાર તાલુકામાં અતિ ભારે વરસાદથી અનેક પશુ-પક્ષીઓ નોંધારા બન્યા હતા ત્યારે પક્ષી પ્રેમીઓએ ચણ નાખીને જીવનદાન આપ્યું


તા:16 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા કોડીનાર ઉના તાલુકામાં 15 દિવસથી વરસતા સતત વરસાદે વેર વિનાશ કર્યો છે જ્યારે આજે અનેક ખેડૂતો વરસાદના લીધે ખેતી પણ કરી શકતા નથી હાલ ખેતરોમાં પણ પાણી ભર્યા હોય અને ખેત મજૂરો પણ ઘરે બેઠા હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારે આજે આવા અનેક પશુ પક્ષીઓ પણ એક તક નાં ખાવા માટે પણ ફાંફા મારી રહ્યા હોય ત્યારે અષાઢી મહિનો અને શ્રાવણ મહિનો એટલે કે દાનનો મહિમાનો મહિનો હોય તો આવા અનેક પશુ પક્ષીઓ ચણ વગર અને પાણી વગર તડફિયા મારીને પણ મરી જતા હોય છે ત્યારે જીવદયા પ્રેમીઓ આજે પક્ષીપ્રેમીઓ પણ આ જગતમાં સાર્થક ઉદાહરણ છે

જેમાં આવા અનેક તડપતા પશુઓને પક્ષીઓને બચાવીએ અને નવું જીવનદાન આપીયે અને ચણ અને પાણીની વ્યવસ્થા કરીને આપણે પણ પુણ્યના ભાગીદારી બનીયે ત્યારે માણસ સાચા અર્થમાં એક સેવક તરીકેની સારથી બનીને સેવા કરીયે એ પણ એક મહાયજ્ઞ છે ત્યારબાદ આજે શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કંપનીઓએ ટાવર ઉભા કરી દેતા આજે મોબાઇલના તરંગોથી અનેક પશુ પક્ષીઓ લુપ્ત થતા જોવા મળે છે દિવસેને દિવસે લુપ્ત થતા પક્ષીઓથી આજે અનેક પક્ષીઓ આકાશમાં પણ જોવા મળતા નથી ત્યારે આજે જીવિત પશુ પક્ષીઓને જીવતા દાન કરી અને આવા અષાઢી અને શ્રાવણ મહિનામાં પશુ પક્ષીઓને ચણ અને પાણીની વ્યવસ્થા કરી અને આપણે પણ એક સાર્થક પુણ્યના ભાગીદારી બનીએ

આજે આપણી સંસ્કૃતિને પણ અમર રાખીયે અને ભારત દેશ એક જીવદયા પ્રેમીનો દેશ હોય આવી જ રીતે એકતા સાથે પશુપક્ષીને દાન કરીને પુણ્યના ભાગીદારી બની સહયોગ કરીએ એવા પણ આજે ગામડામાં જીવિત ઉદાહરણ છે અનેક ગામડાઓમાં અનેક શહેરી વિસ્તારોમાં પણ પક્ષી પ્રેમીઓના સંગઠનો પણ ચલાવવામાં આવે છે ત્યારે આ સંગઠનો સાથે પણ લોક ભાગીદારી કરી અને આપ સૌ સહયોગી બનીએ જેથી કરીને આજે અનેક પશુ પક્ષીઓના સાથે મળીને જીવ બચાવી શકીએ જેમાં અનેક વખત વધુ વરસાદ પડવાથી અનેક ઝાડ પણ ખંડિત થતાં જોવાં મળે છે ત્યારે પક્ષીઓ નોંધારા બની જતાં હોય છે ત્યારે આ પક્ષીઓને બચાવવા માટે ઘર આંગણે પિંજરાની પાણીના માટલાની વ્યવસ્થા કરીને પણ પક્ષીઓને નવું જીવનદાન પણ આપી શકાય છે એવી માહિતી પણ અનેક ગામડાઓમાંથી આજે જાણવાં મળે છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.