બોટાદ જિલ્લાના ૫ ક્લસ્ટરમાં ફાર્મર માસ્ટર ટ્રેનરની ભરતી માટે ઈન્ટરવ્યૂ યોજાશે - At This Time

બોટાદ જિલ્લાના ૫ ક્લસ્ટરમાં ફાર્મર માસ્ટર ટ્રેનરની ભરતી માટે ઈન્ટરવ્યૂ યોજાશે


બોટાદ જિલ્લાના ૫ ક્લસ્ટરમાં ફાર્મર માસ્ટર ટ્રેનરની ભરતી માટે ઈન્ટરવ્યૂ યોજાશે

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સારું જ્ઞાન ધરાવતા અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી શકે તેવા જિલ્લાના સક્ષમ ખેડૂતો ઈન્ટરવ્યૂ આપી શકશે બોટાદ જિલ્લાના ૧૭ ક્લસ્ટર પૈકી ૫ ક્લસ્ટરમાં ફાર્મર માસ્ટર ટ્રેનરની ભરતી માટે તા. ૨૦/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લેખિત/મૌખિક ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, A/3/21, બીજો માળ જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ, બોટાદ ખાતે ઇન્ટરવ્યૂ યોજાશે વડાપ્રધાનશ્રીના આહ્વાન મુજબ, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ૧૦ ગામના ક્લસ્ટર મુજબ દરેક ગામોમાં ખરીફ-૨૦૨૩ (૧૫ જૂન, ૨૦૨૩) પહેલા ગામદીઠ ૪ તાલીમો કરવામાં આવે છે. જે માટે ફાર્મર માસ્ટર ટ્રેનર તાલીમ આપી ૧,૦૦૦ જેટલાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માહિતગાર કરતા હોય છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સારું જ્ઞાન ધરાવતા અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી શકે તેવા બોટાદ જિલ્લાના સક્ષમ ખેડૂતો આ ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકશે તેમ બોટાદ જિલ્લા પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.