રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો.


રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો.

રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ. કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે તા.૯-૧૨-૨૦૨૪નાં રોજ સવારે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરએ તમામ શાખાધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી.
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારી રીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે. મ્યુનિ. કમિશનરએ વધુમાં પોતાના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, અર્બન ડેવલપમેન્ટ મારો મનગમતો વિષય છે. રાજકોટ એ “Important City of India” છે ત્યાં કમિશનર તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટનું આ ઇમ્પોર્ટન્ટ જાળવી રાખીશું. આજે સવારે રાજકોટ આવેલો ત્યારે સર્કિટ હાઉસથી કોર્પોરેશન તરફ આવતા મને મારી શાળા વચ્ચે આવી. જોઈને આનંદ થયો. હું મારી જાતને નશીબદાર માનું છું કે, જ્યાં ભણ્યો ત્યાં જ કમિશનર તરીકે કામગીરી કરવાનો મોકો મળ્યો. રાજકોટ શહેરમાં જે કોઈપણ ઇસ્યુ ચાલી રહ્યા છે તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને તેના નિરાકરણ કરવાની સૌ સાથે મળીને કોશિશ કરીશું. મ્યુનિસિપલ કમિશનરએ શાખા અધિકારીઓ સાથેની મીટિંગ કહ્યું હતું કે, હું ખુબ એનર્જી અને ક્લીયર વિઝન સાથે રાજકોટમાં આવ્યો છું. આપણે બધા સાથે મળીને શહેર માટે કામગીરી કરીશું. રાજકોટ એ ઐતિહાસિક સિટી છે તેને આપણું સમજીને કામગીરી કરીશું. રાજકોટ મારી માતૃ ભૂમિ, જન્મ ભૂમિ, કર્મ ભૂમિ છે અહી કામ કરવું મારી જાતને નશીબદાર સમજુ છું.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image