વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ નિમિત્તે તપસ્વી યુગલ મહાસંમેલન યોજાયું - At This Time

વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ નિમિત્તે તપસ્વી યુગલ મહાસંમેલન યોજાયું


વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ નિમિત્તે તપસ્વી યુગલ મહાસંમેલન યોજાયું

વડનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વ વિદ્યાલય ખાતે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ તપસ્વી યુગલ મહાસંમેલન યોજાયું તેમાં સંસાર ને છોડવા નો નથી જેમા નોકરી ધંધા રોજગાર છોડવાનું નથી પણ શરીર માં જે આત્મા ની ઉર્જા ને અનુભૂતિ કરો અને પરમ પિતા પરમેશ્વર ને યાદ રાખી દરેક માનવી એ પવિત્ર બની ને તેનું જીવન સાર્થક કરે તેવા આશીવૅચન આપ્યા .મનુષ્ય નકારાત્મક વિચારો છોડી ને સકારાત્મક વિચારો થી પોતે પોતાની શરીર માં ની ઉર્જા ની અનુભૂતિ કરવી જોઈએ તો વિશ્વમાં મનુષ્ય નું જીવન સારી રીતે જીવે અને પરમ ઉર્જા ને પામી શકે તેવી અંતરમન થી રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદી કહ્યું હતું. પોતે પોતાની આત્મા ને ઓળખે ને અનુભૂતિ કરે .
આ પ્રસંગે આશીર્વચન આપનાર આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદી ,સબઝોન સંચાલિકા બ્રહ્માકુમારીઝ ,નડિયાદ . મુખ્ય વક્તા આદરણીય રાજયોગિની સરલા દીદી ઉપક્ષેત્રીય સંચાલિકા મહેસાણા, અધ્યક્ષા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ ,અતિથિ વિશેષ સોમભાઈ મોદી સામુહિક યોગાભ્યાસ રાજયોગની બ્રહ્માકુમારી કુસુમ દીદી વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા , મહેસાણા , વડનગર મેડિકલ કોલેજ ના ડીન ડૉ સુનિલ ઓઝા, વેપારી મંડળ વડનગર ના દિપક શેઠ, સંચાલિકા બ્રહ્માકુમારી સતલાસણા , રાજયોગિની બ્રહ્માકુમારી શકુન્તલા દીદી . વડનગર એસ ટી બસ ડેપો મેનેજર અંકિત મોદી વગેરે પ્રતિષ્ઠા મહાનુભાવો ઉપસ્થિત રહી હતી અને આધ્યાત્મિક ચેતના જગાડી હતી

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image