મેંદરડા સિલ્વર સ્ટાર ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે સિલ્વર કે સિતારે વાર્ષિકોત્સવ ની ધામધુમ પૂવર્ક ઉજવણી કરવામાં આવેલ
*Let's Celebrate..*
*વાર્ષિકોત્સવ-2024*
*સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલ મેંદરડા*
*આયોજિત*
*"સિલ્વર કે સિતારે (દ્વિતીય)*
* તારીખ 9/03ને શનિવારે મેંદરડા ખાતે આવેલ સિલ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ ધોરણ 1-12) ખાતે નવા અભિગમ સાથે શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો જેમાં શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પરિણામ કે માર્ક્સ પર મૂલ્યાંકન કરવાંને બદલે બધા જ 274 બાળકોને શિલ્ડથી સન્માનિત કરાયેલ હતા..સાથે સાથે આ કાર્યક્રમ પદ્મશ્રી વિજેતા તેમજ શ્રેષ્ઠ વક્તા અને હાસ્ય કલાકાર ર્ડો. શ્રી જગદીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા અને બાળકોને માર્ગદર્શન આપેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમ્મર ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમના ઉદઘાટક તરીકે નિવૃત પ્રાચાર્ય (diet રાજકોટ તથા મોરબી) શ્રી કાચાસાહેબ રહેલ..વિશેષ જૂનાગઢથી નાયબ પ્રા. શિક્ષણ અધિકારીશ્રી જેઠવા સાહેબની ઉપસ્થિતિ રહેલ હતી..આ કાર્યક્રમમાં મેંદરડા શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલ હતા..આ કાર્યક્રમમાં 700થી વધું વાલીશ્રીઓ હાજરી આપી બાળકોને ઉત્સાહિત કરેલ હતા..સમગ્ર કાર્યક્રમ માટે શ્રી જગદીશભાઈ તથા શ્રી હરેશભાઇ ઠુંમ્મરએ સંસ્થાના ટ્રસ્ટીઓશ્રી જસનભાઈ હીરાણી, શ્રી પરેશભાઈ ડેડાણીયા, શ્રી ભાવીનભાઈ કણસાગરા તથા શ્રી ઈશાનભાઈ મારવણીયાને બિરદાવેલ તથા શિક્ષણ સાથે સામાજિક કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવેલ... સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ વ્યાસે કરેલ હતું... સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જેહમત ઉઠાવેલ જેમની સૌ એ નોંધ લઇ પ્રશ્નશા કરેલ હતી..
* અહેવાલ :- કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.