જળસંચય કેબીનેટ મંત્રી સી.આર પાટીલને દિવ્યાંગ મિસ્ત્રીની રજુઆત
* બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની ૫૦ વષઁથી જજઁરીત-ખંડેર કેનાલની નવીનીકરણ માંગ ઉઠી
* ત્રણેય ડેમને ઉંડા કરવાની માંગ ઉચ્ચારી
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં ધરતીપુત્રો માટે બલડેવા-પીંગોટ અને ધોલી ડેમને જીવાદોરી ગણવામાં આવે છે.નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર સન ૧૯૭૦-૭૫ બલડેવા અને પીંગોટ ડેમ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું.બલડેવા ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલ ૮૧૫૦ મીટર છે.પીંગોટ ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલ ૧૧૦૨૭ મીટર છે.ધોલી ડેમની કેનાલ ૬.૨૩ કિ.મી છે.ત્રણેય ડેમમાંથી કુલ.૫૮૩૫ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી આપવાની ક્ષમતા છે.પરંતુ ૫૦ વષઁ જેટલો લાંબો સમય થવા છતાં તમામ કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર અંદાજીત ૪૦૦ હેક્ટર જમીનને જ સિંચાઈ માટેનું પાણી મળે છે.
જેમાં મુખ્યત્વે બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં ૮૦ ટકા માટીપુરાણ થયું છે.દરવષઁ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીની સાથે માટી પણ વહેણમાં આવતી હોય છે.તે માટે ચેકડેમના તળ ભાગમાં કાયમી માટે સ્થાયી થઇ જાય છે.તેવા સંજોગોમાં દરવષઁ વરસાદી પાણીના કારણે ડેમ ઓવરફ્લો થાય અને સરકારના ચોપડે ૧૦૦ ટકા ડેમ ભરાય તેવી નોંધાય છે.પરંતુ ભૌગોલિક પરીસ્થિતિ કંઇક અલગ જ હોય છે.તેવા સંજોગોમાં બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલનું નવીનીકરણ અને ત્રણેય ડેમને ઉંડા કરવામાં આવે.જેથી પાણીનો સંગ્રહ વધે તેવી કેન્દ્ર સરકારના જળસંચય કેબીનેટ મંત્રી સી.આર પાટીલને નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના દિવ્યાંગ શશીકાંતભાઇ મિસ્ત્રીએ લેખિત રજુઆત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના કેબીનેટ જળસંચય મંત્રી કુંવરજી બાવળીયાને બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની ભૌગોલિક પરીસ્થિતિની રજુઆત દિવ્યાંગ મિસ્ત્રી કરતાં બલડેવા ડેમની મુલાકાત કુંવરજી બાવળીયાએ કરીને પરીસ્થિતિનો તાગ મેળવી જરૂરી અધીકારીઓને કામગીરી કરવાની સુચના આપી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
