નવાગામમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી રૂ।7 હજારના બે પાર્સલની ચોરી: તસ્કરો સીસીટીવીમાં કેદ
નવગામમાં આવેલ જય મુરલીધર ટ્રાન્સપોર્ટમાં મોડી રાતે ત્રાટકેલા તસ્કરો ઓનલાઇન શોપીંગ ડીલીવરીના બે પાર્સલની ચોરી કરી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસ દોડી આવી હતી અને તસ્કરો સીસીટીવીમાં કેદ થતાં ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીમાં રહેતાં અનિલભાઈ દેવરાજભાઈ ડાંગર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઇક્કો કાર નં. જીજે-03-જેસી-3912 માં ઘસી આવેલા અજાણ્યાં શખ્સોના નામ આપતાં કુવાડવા રોડ પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી સોખડા રોડ, રઘુવંશી વે-બ્રિજની બાજુમાં નવાગામ-આણંદપરમાં જય મુરલીધર ટ્રાન્સપોર્ટ ચલાવે છે. જેમાં તેઓ ત્રણ ભાઇઓ વહીવટ કરીએ છે. ટ્રાન્સપોર્ટમાં ઓનલાઇન શોપીંગની ડીલીવરીનું સમગ્ર સૌરાષ્ટ્રમાં કામકાજ ચાલે છે. ટ્રાન્સપોર્ટમાં કુલ-20 માણસો કામ કરે છે. ઓફીસનો સમય 24 કલાક માટે કાર્યરત હોય છે. ટ્રાન્સપોર્ટમાં અલગ અલગ કંપનીના પાર્સલો ડીલીવરી બોય દ્વારા ગ્રાહકને મોકલવામાં આવે છે.
ગઇકાલ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ટ્રાન્સપોર્ટમાં નાઇટમાં કામ કરતા હરેશભાઇનો ફોન આવેલ કે, આપણા ગોડાઉને અજાણ્યા માણસો ઇકો ગાડી લઇને આવેલ અને મારી નજર ચૂકવીને ડીલીવરીના બે બેગ પાર્સલની ચોરી કરી લઇ ગયેલ છે. જેથી તેઓ વહેલી સવારે આઠેક વાગ્યે ટ્રાન્સપોર્ટ ઓફીસે જઇને સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા ગોડાઉનના ઓટા પાસેથી એક અજાણ્યો શખ્સ બેગ લઇને ભાગતો જોવા મળતો હોય અને એક ગ્રે કલરની ઇકો ગાડી પાસે ભાગીને બેસી જાય છે. જે પાર્સલમાં અલગ અલગ કંપનીના શર્ટ, પેન્ટ, શેમ્પુ સહિતની 24 વસ્તુઓ રૂ।7635નો મુદ્દામાલ હતો. જે ઇક્કો કારમાં આવેલા અજાણ્યા શખ્સો ચોરી કરીને નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.