અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિમાં ૨૦૨૪-૨૫ ની પરીક્ષા ઉત્તીર્ણ ભરાડ વિદ્યા સંકુલ ના બાળકો ને મહામાહિમ રાજ્યપાલ ના હસ્તે એનાયત થશે પુરસ્કાર - At This Time

અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિમાં ૨૦૨૪-૨૫ ની પરીક્ષા ઉત્તીર્ણ ભરાડ વિદ્યા સંકુલ ના બાળકો ને મહામાહિમ રાજ્યપાલ ના હસ્તે એનાયત થશે પુરસ્કાર


અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિમાં ૨૦૨૪-૨૫ ની પરીક્ષા ઉત્તીર્ણ

ભરાડ વિદ્યા સંકુલ ના બાળકો ને મહામાહિમ રાજ્યપાલ ના હસ્તે એનાયત થશે પુરસ્કાર

અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિમાં ૨૦૨૪-૨૬ માં આપેલ પરીક્ષા ઉત્તીર્ણ થયેલ ભરાડ વિદ્યા સંકુલના બાળકો
ને તારીખ ૩૧/૦૩/૨૫ ના રોજ માનની રાજ્યપાલ શ્રી દેવ વ્રત જી ના વરદહસ્તે રાજ્યપાલ રાજ્યપાલ પુરસ્કાર મેળવનાર ભરાડ વિદ્યા સંકુલ અમરેલી ના ચાર સ્કાઉટ બે ગાઈડ એમ કુલ છ વિદ્યાર્થીઓને રાજ્યપાલ એવોર્ડ મળેલ હતો જેમાં આ એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ને ગુજરાત વિધાનસભાના ઉપ દંડક માનનીય કૌશિકભાઈ વેકરીયા તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ ધારીના ધારાસભ્ય જે.વી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા ડી.ડી.ઓ પંડ્યા તેમજ અમરેલી ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ તેમજ અમરેલી સીટી પીઆઈ વાઘેલા તેમજ અમરેલી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ગોહિલ તેમજ પ્રાથમિક નાયબ શિક્ષણ અધિકારી સોલંકી વગેરે ભરાડ વિદ્યા સંકુલના વિદ્યાર્થી ઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવું માર્ગદર્શન આપેલ હતું તેમજ ભરાડ વિદ્યા સંકુલના સંચાલક અને અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના મહામંત્રી પંકજભાઈ મહેતાએ તમામ અધિકારી અને હોદ્દેદારોને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ના સકાપ પહેરાવી અભિવાદન કરેલું હતું જેમાં રાજ્યપાલ પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થી.૧. હિરપરા હર્ષ ધર્મેશભાઈ ૨. મહેતા પર્વ પરેશ ભાઈ ૩. ચોવટીયા કીર્તન જનકભાઈ ૪.વાળા મિહિર ચેતનભાઇ ૫.ચાવડા ગોર જાનવી કમલેશભાઈ ૬. યાદવ પૂજા અજયભાઈ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન ભરાડ વિદ્યા સંકુલ દ્વારા તેમજ અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા આપવામાં આવેલ હતા તેમ ભારત સ્કાઉટ ગાઈડ ના અમરેલી જિલ્લા મહામંત્રી પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image