જેતપુર બંધ પડેલા સોમનાથ ગાર્ડનમાંથી યુવકની લાશ મળી આવી. યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી.
જેતપુર શહેરમાં ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે બંધ પડેલા સમોનાથ ગાર્ડનમાં થી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.ઘટના સ્થળે પોલીસે પોહચી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક આવેલ બંધ હાલતમાં સોમનાથ ગાર્ડન આવેલ છે જેમાં આજે અંદાજે 6 વાગ્યા આસપાસ યુવકની લાશ પડી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરી હતી.સ્થળ પર પડેલ મૃતક યુવકના ખીચામાંથી પોલીસને આધાર કાર્ડ મળી આવ્યું હતું જેમાં યોગેશ દાદુભાઈ જાદવ ઉ.વ.34
રહે.બોરડી સમઢિયાળા હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પંચનામુ હાથ ધરીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. મૃતક યુવકના મોઢે ઇજાના નિશાન જોવા મળેલા હતા. આ મામલે જેતપુર પોલીસે તપાસ શરૂ કરી છે કે હત્યા છે કે આત્મહત્યા.
અહેવાલ આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.