હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા રાજયબહારના આરોપીને પકડી પાડતી લોકલ
હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા રાજયબહારના આરોપીને પકડી પાડતી લોકલ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાના તથા ગુજરાત રાજ્યના તથા ગુજરાત રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ જુદી-જુદી ટીમો બનાવી તા.૦૭/૧૨/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪ સુધી ૧ મહિનાની ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ છે જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ આ ડ્રાઇવ દરમ્યાન સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ નં.-રના પોલીસ સબ ઇન્સ.શ્રી પી.એમ.ઝાલા, ઇડર પો.સ્ટે. તથા અ.પો.કો. વિક્રમસિંહ, એલ.સી.બી. તથા અ.પો.કો. રાજેન્દ્રકુમાર તથા અ.પો.કો. જીગ્નેશકુમાર તથા અ.પો.કો. દેવેશભાઈ તથા આઉટ સોર્સ ડ્રા.મનિષભાઈ વિગેરે સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ સબંધે તપાસમાં હતાં.
દરમ્યાન તા.૨૫/૧૨/૨૦૨૪ના નાસતા ફરતા આરોપીઓ સંબંધે રાજસમંદ (રાજસ્થાન) ખાતે તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નં.૦૦૧૦/૨૦૧૬ ઇ.પી.કો કલમ.૪૨૦,૪૦૬ મુજબના કામે નાસતા ફરતા આરોપી કિશનલાલ નેજાજી ઉર્ફે લહેરાજી જાટ રહે-રાજ્યાવાસ તા-કાંકરોલી જી-રાજસમંદ, રાજસ્થાન નાઓની તપાસ કરતાં મળી આવતાં તેઓને પુછપરછ કરી સદરી બાબતે ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા તેના વિરૂધ્ધ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નં.૦૦૧૦/૨૦૧૬ ઇ.પી.કો કલમ.૪૨૦,૪૦૬ મુજબના ગુન્હામાં નાસતા ફરતા હોવાનું જણાઇ આવતા સદરી નાસતા ફરતા આરોપીને પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા નાસતા ફરતા પકડવાની ટીમ-ર દ્વારા સાબરકાંઠા જીલ્લાના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા રાજ્ય બહારના રાજસ્થાનના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
(એસ.એન.કરંગીયા) પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.