ચૂટણી નજીક આવી હવે તો વિસાવદરમાં મામલતદાર મુકો:ટિમ ગબ્બરની રજુવાત
ચૂટણી નજીક આવી હવે તો વિસાવદરમાં મામલતદાર મુકો
છેલ્લા ઘણા સમયથી મામલતદારની નિમણૂક નહિ કરતા ચાર્જથી ગાડુ ગબડાવાય છે
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી,કલેકટર વિગેરે ને લેખીતમાં જાણ કરી જણાવેલ છે કે, વિસાવદર તાલુકો ૮૪ ગામડા અને ૧૮ થી ૨૦ નેસો ધરાવતો જૂનાગઢ જિલ્લાનો વસ્તી અને વિસ્તારમાં સૌથી મોટો તાલુકો છે.આ તાલુકાની પ્રજાને સામાન્ય કામ માટે વિસાવદર આવવું પડતું હોય તાલુકાના સરકારી તમામ કામો મામલતદાર કચેરીમાં થતા હોય પરંતુ અહીંની કચેરીમાં મામલતદારની પોસ્ટ ખાલી છે અને ચાર્જમાં કામ ચલવાય છે અને નાયબ મામલતદારશ્રીને ચાર્જ સોંપવામાં આવેલ છે હાલ નવરાત્રીના તહેવારો,દિવાળીના તહેવારો નજીકમાં આવતા હોય તેમજ વિધાનસભાની ચૂંટણી પણ નજીકના સમયમાં થનાર હોય ત્યારે જુનાગઢ જિલ્લાના સૌથી મોટા તાલુકામાં જ મામલતદાર વગર ગાડુ ગબડાવાતું હોય તે રીતે મામલતદારની નિમણૂક કરવામાં આવતી નથી અને તેના કારણે અરજદારોને ખૂબ મુશ્કેલીઓ પડે છે તેમાં વિસાવદર ખાતે અધિકારી હાજર ન હોય લોકોના કામો થતા નથી અને વિધાર્થીઓ, વાલીઓ,વૃદ્ધ સહાયના દાખલા વાળા તથા વિધવા સહાય વાળા તથા અન્ય તમામ પ્રકારના કામોમાં અરજદારોને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય તેથી આ બાબતે યોગ્ય કરી તાત્કાલિક મામલતદારની નિમણુંક કરવા અમારી ટિમ ગબ્બરની માંગ છે.
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.