શિશુવિહાર માં સને ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૧૮ કાવ્ય ગોષ્ટિ યોજાય - At This Time

શિશુવિહાર માં સને ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૧૮ કાવ્ય ગોષ્ટિ યોજાય


ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી ભાવનગર સ્થિત શિશુવિહાર બુધસભા તા.૧૮-૦૧-૨૩ ના રોજ  ૨૨૧૮ મી કાવ્ય ગોષ્ઠિ એક વિશેષ ઉપક્રમ સાથે યોજાઈ હતી. બુધસભાની પરંપરા મુજબ પ્રતિ માસ ત્રીજા બુધવાર અંતર્ગત કવિઓનું કાવ્ય પઠન તથા   - સર્જનની પૂર્વ ક્ષણોમાં મહેમાન કવિ વક્તવ્ય અંતર્ગત જાણીતા કવયિત્રી શ્રી નેહાબેન પુરોહિતે સંવાદની રસપ્રદ શૈલી સાથે સર્જન પૂર્વેની ક્ષણો, સર્જન પ્રક્રિયા, આસપાસ બનતી ઘટનાઓ, નાનકડી વાતો પરથી કઈ રીતે પોતે સંવેદના અનુભવી અને કઈ રીતે તેને સહજ લયકારી ગીતોમાં ઢાળે છે કેવા કેવા વિષયો લઈને સ્વાભાવિક રીતે ગીતો લખાય છે તથા પોતે જે સ્થાન પર છે ત્યાં સુધી પહોંચવામાં શિશુવિહારના યોગદાન વિશે રસપ્રદ, પ્રેરણાત્મક વાતો કરી હતી.આજના આ વિશેષ ઉપક્રમમાં ૩૫ જેટલા કવિઓ  સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જિજ્ઞાબેન ત્રિવેદી જી એ કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.