વેપારીનો આર્થિક ભીંસથી કંટાળી ન્યારી ડેમ પાસે આપઘાત
મેટોડામાં રહેતાં ભજીયાના ધંધાથીએ ન્યારી ડેમ પાસે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ મેટોડામાં જુની ગ્રામ પંચાયત પાસે રહેતાં કૃણાલ સુરેશભાઈ વિષ્ણુસ્વામી (ઉ.વ.29) ગઈકાલે સવારે 11 વાગ્યાની આસપાસ ન્યારી ડેમ નજીક જઈ ઘંઉમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેમને તાત્કાલીક સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નિપજયું હતું.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક બે ભાઈમાં મોટા અને અપરિણીત હતાં.મૃતક થોડા સમયથી આર્થિક ભીંસથી પીડીત હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.બનાવથી પરીવારમાં કાળોકલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.