ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંદર્ભે જન જાગૃતિ લાવવા સાયકલોથોનનું આયોજન - At This Time

ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંદર્ભે જન જાગૃતિ લાવવા સાયકલોથોનનું આયોજન


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોમાં શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને આરોગ્યલક્ષી સુખાકારી વધે તે માટે લોકો પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવે અને પોતાના જીવનને તંદુરસ્ત રાખે તે માટે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડભોઇ નગર અને તાલુકાના સાઇકલીસ્ટો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડભોઇ તાલુકાના તમામ સીએચસી, પીએચસી, એચડબલ્યુપી, અને તમામ હેલ્થ સેન્ટરોના કર્મચારીઓ પણ આ સાયકલોથોનમાં જોડાયા હતા. આ માટે ભીલોડીયા થી કરણેટ, ચાંદોદ થી પીપરીયા, કાયાવરોહણ થી મંડાળા, થુવાવી થી બોરબાર અને સાઠોડ થી સિનોર ચોકડી ડભોઈ સુધી આમ વિવિધ માર્ગો ઉપર સાઈકલીસ્ટો જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા. આ દિવસે ડભોઇ તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર હેલ્થ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આમ ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તાલુકા અને નગરમાં રહેતાં નાગરિકો પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવી તંદુરસ્ત બની રહે તે માટે જનજાગૃતિ લાવવા આ મોટા સાયકલોથોનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.