ભારત દેશ વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ કરનાર આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ. - At This Time

ભારત દેશ વિરૂધ્ધ ગુનાહિત કાવતરૂ કરનાર આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.


નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરને ગુપ્ત માહિતી મળેલ કે ભારત દેશ વિરુધ્ધના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે સરકારી વેબસાઇટની કલોન સાઇટ બનાવી લશ્કરી દળોના નિવૃત્ત થવા જઇ રહેલ તથા નિવૃત્ત સિનિયર અધિકારીઓ / જવાનોની માહિતી એકત્રિત કરવામાં આવી રહેલ છે તેમજ લશ્કરના અધિકારી તથા જવાનોને વોટસએપ એપ્લીકેશનના માધ્યમથી વોઇસ મેસેજ તથા કોલ કરી ગેરકાયદેસર રીતે તેમની માહિતી મેળવવામાં આવી રહેલ છે,

આ ગુપ્ત માહિતીની તપાસ દરમ્યાન www.ksb. gov.in (કેન્દ્રીય સૈનિક બોર્ડ) ની સાચી વેબસાઇટ જેવી ફેક www.ksbતથા www. desw.gov.in (ડિપાર્ટમેંટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેર) ની સાચી વેબસાઇટ જેવી ફેક www. desw.in ફેક નકલી વેબસાઇટ તથા www. kavach - apps.com નામની ફેક વેબસાઇટ બનાવેલાનું જણાય આવેલ,

જે સીમકાર્ડથી લશ્કરી દળોના નિવૃત્ત/નિવૃત્ત થઈ રહેલ અધિકારીઓ/જવાનોને વોટસઅપ કોલ/મેસેજ/વોઈસ મેસેજ મોકલવામાં આવતાં હતાં તે નંબરનું સીમકાર્ડ મુસ્તકીમ અબ્દુલ રઝાક તેતરા, રહે. ઉજમાનગર, ભાગ-૧, મ.નં.૧૨૩, અલ મોહમંદી મસ્જીદ નજીક, દાણીલીમડા, અમદાવાદ શહેરનાએ પોતાના નામનુ ખરીદી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ, રહે.ઘ.નં.૨૩૨૫, ખજુરી મસ્જીદની ગલીમાં, પાંચપટ્ટી, કાલુપુર, અમદાવાદ શહેરને આપેલ હતું,

અબ્દુલ વહાબ શેરમહમંદ આ પ્રકારે સીમકાર્ડ મેળવી આ સીમકાર્ડને એકટીવેટ કરાવી આ સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઇકમિશન, ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને પહોચાડતો હતો આ ઉપરાંત તે પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપી એકટીવેટેડ સીમકાર્ડ (વપરાશમાં હોય તેવા) મેળવતો અને તે નંબર પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને વોટસએપના માધ્યમથી મોકલી આપતો તેમજ મોકલાવેલ સીમકાર્ડના નંબરથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇ વોટસએપ એપ્લીકેશન ડાઉનલોડ કરતો જેને એકટીવેટ કરવા અબ્દુલ વહાબ પોતાની પાસે રહેલ સીમકાર્ડ પર આવેલ વોટસએપ માટેનો ઓ.ટી.પી. મોકલી આપતો જેની મદદથી શફાકત જતોઇ વોટસએપ એકટીવેટ કરી લેતો,

આ પ્રકારે એકટીવેટ થયેલ વોટસએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલીજન્સ એજન્સી આઇ.એસ.આઇ.ના ઓપરેટીવ્સ ભારત દેશના સુરક્ષાદળોની અત્યંત ગોપનીય અને દૃષ્ટિએ અતિસંવેદનશીલ, મહત્વની આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી એકત્રિત કરી, ભારત દેશ વિરુધ્ધ ગંભીર પરિણામ લાવી શકે તેવા ગુનાહિત કાવતરાને અંજામ આપવાનું આયોજન કરી રહેલાનું જણાય આવેલ,

પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સીઓના ઓપરેટીવ્સ ભારતીય ટેલીકોમ કંપનીના સીમકાર્ડથી એકટીવેટ કરાવેલ વોટસઅપ એપ્લીકેશનના માધ્યમથી કોલ તથા મેસેજ કરી એવો આભાસ કરાવતાં કે સલંગ્ન કોલ કોઈ ભારતીય દ્વારા કરવામાં આવી રહેલ છે,

આ પકડાયેલ આરોપી અબ્દુલ વહાબ પઠાણ દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેતાં લોકોને પણ પાકિસ્તાની ઇન્ટેલીજન્સ એજન્સીના અધિકારીઓને મળવા માટે પ્રેરિત કરતો હતો પાકિસ્તાન ઇન્ટેલીજન્સના ઓપરેટીવ શફાકત જતોઇ દિલ્હી સ્થિત પાકિસ્તાન
હાઇકમિશનથી પરત પાકિસ્તાન ગયા બાદ અબ્દુલ વહાબ પઠાણ સતત તેના સંપર્કમાં રહેલ અને શફાકત જતોઇના દોરી સંચાર મુજબ સીમકાર્ડ મેળવી તેના નંબર અને વોટસએપ ઓ.ટી.પી.મોકલતો રહેલ છે આ ઓ.ટી.પી. ના માધ્યમથી પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ના ઓપરેટીવ શફાકત જતોઇ તથા અન્ય ઓપરેટીવ્સના દોરી સંચાર મુજબ અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણએ ભારત વિરોધી ગુનાહિત કાવતરાના ભાગ રુપે ભારત વિરુધ્ધની લડાઇની યોજનાનું અસ્તિત્વ છુપાવી, પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓપરેટીવ્સ ને સીમકાર્ડ તથા સીમકાર્ડના નંબર તથા વોટસએપ ઓ.ટી.પી.નંબર પહોચાડી એવી લડાઇ કરવામાં સરળતા કરી આપી,

જેમાં પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ભારત વિરુઘના નેટવર્કને ફેલાવવાની ગોઠવણનું કાવતરૂ રચેલ છે,

આરોપી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ, રહે.ઘ.નં.૨૩૨૫, ખજુરી મસ્જીદની ગલીમાં, પાંચપટ્ટી, કાલુપુર, અમદાવાદ શહેર તથા પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ શફાકત જતોઇ તથા આ ગુનાહિત કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિ ઓ વિરુધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧ ૨૨૦૧૧૮/૨૦૨૨, ઇપીકો કલમ ૧૨૩, ૧૨૦(બી) આઇ.ટી.એકટ કલમ ૬૫, ૬૬(સી), ૬૬એફ(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ ગુનાની તપાસ દરમિયાન ભારત વિરૂધ્ધના ગુનાહિત કાવતરામાં સામેલ વ્યકિતોઓની ધરપકડ કરવામાં આવનાર છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.