જસદણએ મોજથી મનાવી મકરસંક્રાંતિ: પતંગની સાથે આભને આંબ્યો આનંદ - At This Time

જસદણએ મોજથી મનાવી મકરસંક્રાંતિ: પતંગની સાથે આભને આંબ્યો આનંદ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં ઉતરાયણના દિવસે પવનનું જોર સારૂ રહેતા જસદણવાસીઓએ મોજની મકરસંક્રાંતિનો આનંદ લુંટયો હતો. ધાબે ધાબે કાયપો છે, ઢીલ દે દે જેવા શબ્‍દો પડઘાતા રહ્યા હતા. ફુગ્‍ગા, માસ્‍ક, ફીરકી, પતંગ લઇને સવારથી જ લોકો અગાસીએ ચડી ગયા હતા. હળવી મ્‍યુઝીક સીસ્‍ટમોમાં ગુંજતા ગીતો વચ્‍ચે ચીકી, જીંજરા, શેરડીની જયાફત પણ ઉડી હતી. બાળકો અને મોટેરાઓ સૌએ મકરસંક્રાંતિનો આનંદ લુંટયો હતો. ઘણાએ ઘણાની પતંગો કાપી અને ઘણાની પતંગો કપાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image