બેડી ચોકડી પાસે કારમાંથી દારૂ-બિયરના જથ્થો પકડાયો - At This Time

બેડી ચોકડી પાસે કારમાંથી દારૂ-બિયરના જથ્થો પકડાયો


બેડી ચોકડી પાસે ફિલ્મી સ્ટાઈલમાં કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે બનાસકાંઠાનો શખ્સ પકડાયો હતો. રાધનપુરથી દારૂ ભરી રસ્તામાં સપ્લાય કરતા કરતાં છેલ્લે રાજકોટમાં દારૂ સપ્લાય કરે તે પહેલાં જ એલસીબીની ટીમ ત્રાટકી હતી.
દરોડાની વિગત મુજબ, એલસીબી ઝોન-1 પીએસઆઈ બી.વી.ચુડાસમા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ ભાવેશ મકવાણા રવિરાજ પટગીર અને સત્યજીતસિંહ જાડેજા સહિતના સ્ટાફને મોરબી તરફથી રાજકોટ તરફ એક સફેદ કલરની ક્રેટા કાર નં.GJ-27-BS-3146 આવી રહી છે.
અને તેમાં બે શખ્સો બેસેલ છે અને તેમાં વિદેશી દારૂ ભરેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ બેડી ચોકડી પાસે વોચમાં હતાં ત્યારે પસાર થયેલ કાર રોકવાનો પ્રયાસ કરતાં કાર ચાલકે કાર માલીયાસણ તરફ વાળી ભાગવા જતા ડિવાઈડરમાં કાર ફસાઈ જતા કારમાંથી એક શખ્સ કારનો દરવાજો ખોલી અંધારમાં નાશી ગયેલ હતો.
બાદમાં કાર જોતા ડ્રાઇવીંગ સીટ પર બેસેલ શખ્સનું નામ પૂછતા પોતાનુ નામ જગદિશકુમાર તલાજી ઠાકોર (ઉ.વ.19, રહે. ગામ- અબાસણા,ભાભર-બનાસકાઠા) હોવાનુ જણાવેલ હતું. બાદમાં કારની પાછળની બાજુ તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 48 બોટલ અને બિયરના 92 ટીન મળી આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂ.5,57,160 મુદામાલ પકડી પાડી નાસી છૂટેલા અશોક હેમતજી ઠાકોરની શોધખોળ આદરી હતી. બંને શખ્સો રાધનપુરથી દારૂ ભરી રસ્તામાં સપ્લાય કરતા કરતાં છેલ્લે રાજકોટમાં દારૂ સપ્લાય કરે તે પહેલાં જ ઝડપાઈ ગયાં હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image