શિહોર તાલુકાના સર સાગવાડી કનાડ અને ખારી અને મઢડા વગેરે ગામની એસટી બસ ચાલુ કરવા રજુવાત આવતા આ રજૂઆતનો સુખદ અંત આવ્યો અને એસટી બસ ચાલુ કરી દેવામાં આવી - At This Time

શિહોર તાલુકાના સર સાગવાડી કનાડ અને ખારી અને મઢડા વગેરે ગામની એસટી બસ ચાલુ કરવા રજુવાત આવતા આ રજૂઆતનો સુખદ અંત આવ્યો અને એસટી બસ ચાલુ કરી દેવામાં આવી


શિહોર તાલુકાના સર સાગવાડી કનાડ ખારી મઢડા વગેરે ગામની એસટી બસ ચાલુ કરવા માટે છેલ્લા આઠ દિવસથી સિહોર તાલુકાની વિદ્યાર્થીની બહેનો તેમજ સિહોર નો એક જાગૃત નાગરિક દેવરાજભાઈ બુધેલીયા તેમજ ખારી કનાડ સર મઢડા વગેરે ગામના ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ રજૂઆતનો સુખદ અંત આવ્યો છે અને આ એસટી બસ ચાલુ કરી દેવામાં આવી છે
ત્યારે આજરોજ શિહોરના એસટી બસ સ્ટેન્ડ ખાતે સર ખારી કનાડ મઢડા ગામની એસટી બસ ને ફુલહાર કરી વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને એસટી બસની સવારી માટે વિદ્યાર્થીની બહેનો બેસી હતી ત્યારે વિદ્યાર્થીની બહેનો દ્વારા પણ જે પણ લોકોએ સાથને સહકાર આપ્યો છે તેમનો સૌનો આભાર માન્યો હતો ત્યારે આજરોજ આ એસટી બસ સ્ટેન્ડ ખાતે શિહોર એસટી બસ સ્ટેન્ડમાં બસ સર ખારી કનાડ મઢડા ની બસને હાર પહેરાવી એસટી કંડકટર ડ્રાઇવર તેમજ શિહોર એસટી બસ સ્ટેન્ડ ના કંટ્રોલર બેનશ્રી કિન્નરીબેન ભટ્ટ સૌને મોઢું મીઠું કરાવી એસટીમાં બહેનોને સવારી આપી હતી અને હવે બહેનોને સમયસર એસટી બસ મળી રહેશે સમયસર સ્કૂલે પહોંચી શકશે અને નિયમિત રીતે એસટી બસ મળી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ આ કાર્યક્રમમાં શિહોરની પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલ એવા શંખનાદ ન્યુઝ ચેનલ સંચાલક મિલનભાઈ કુવાડીયા ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા અશોકભાઈ મામસી સર ગામના સરપંચ વિનુભાઈ બાબરીયા કનાડ ગામના સરપંચ મયુરસિંહ ગોહિલ ખારી ગામના સરપંચ સિહોર જજે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્ય ડાંગર સાહેબ તેમજ વગેરે લોકો હાજર રહ્યા હતા અને આ એસટી બસ ચાલુ કરવા માટે જે જાગૃત નાગરિક દ્વારા માં આવી હતી તેમને સાથને સહકાર આપ્યો છે એવા પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારીયા ભાવનગર ના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી એવા નિમુબેન બામણીયા દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો હતો ભરતભાઈ મેર સૌવ રાજકીય લોકો નો આભાર માન્યો હતો તેમજ તંત્રનો પણ આભાર માનવામાં આવ્યો હતો જેમાં તંત્ર દ્વારા ખૂબ જ પોઝિટિવ નિર્ણય કરી અને વિદ્યાર્થીઓ માટે જે એસટી બસ ચાલુ કરવામાં આવી છે તેવા તંત્રના અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં ખારી કનાડ મઢડા માટે સ્થાનિક રહીશો તેમ જ વિદ્યાર્થીની બહેનો માટે એક અલગ બસ માંગણી કરેલ. જેની લેખિત અરજી આપેલી .. જેના જવાબ સ્વરૂપે એસ ટી નિગમના અધિકારી દ્વારા સવારે અને સાંજે વિદ્યાર્થીનીઓ શાળાના નિયમિત સમયે પહોંચી શકે અને ઘરે પરત ફરી શકે એ રીતે બસનું આયોજન કરી આપેલ છે.... આ બસ ફાળવવામા ડીટીયો કવિતાબેન એટીએસ પૃથ્વીસિંહ પાલીતાણા ડી.એમ પાલીતાણા એટીઆઇ શ્રી મહેન્દ્રસિંહ શ્રીભરતભાઈ જોટાણા..
આ આવેદન માટેની માંગણી હતી ત્યારે ભાવનગર ડીએમ શ્રી સુથાર સાહેબ શિહોર બસ સ્ટેન્ડની મુલાકાતે આવેલા... તમામ વાત જાણ થતાં અંગત રસ લઈ... આ બસનું આયોજન થવા પામેલ છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.