બોટાદ જિલ્લામાં ગૌચરનુ દબાણ હટાવવા કાઉન્ટ ડાઉન શરૂ રાણપુર પંથકમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરાય - At This Time

બોટાદ જિલ્લામાં ગૌચરનુ દબાણ હટાવવા કાઉન્ટ ડાઉન શરૂ રાણપુર પંથકમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરાય


બોટાદ જિલ્લામાં ગૌચરનુ દબાણ હટાવવા કાઉન્ટ ડાઉન શરૂ રાણપુર પંથકમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરાય

અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર અને અલમપર ગામ વચ્ચે આવેલી ગૌચર ની જમીન ઉપર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન બુલડોઝર મારફતે ગૌચરની જમીન ઉપર કરવામાં આવેલા વાવેતર ઉભા પાક ઉપર તંત્રએ બુલડોઝર ફેરવીને દબાણ હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગૌચર ની જમીનો ઉપર દબાણો દૂર કરવા માટે જે તે વિસ્તારના માલધારીઓ તરફથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ ગૌચર ની અંદાજે ૧૮૦૦ વીઘા જેટલી જમીન ઉપર દબાણ થયેલુ હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળેલ છે. આ દબાણ હટાવ કામગીરી દરમિયાન જિલ્લા પ્રાંત અધિકારી, ડી. વાય. એસ. પી., તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.