ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં વિવિધ રમતોમાં જીત મેળવી મેડલ પ્રાપ્ત કરતા રાણીવાડા સત્યમ માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો - At This Time

ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં વિવિધ રમતોમાં જીત મેળવી મેડલ પ્રાપ્ત કરતા રાણીવાડા સત્યમ માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો


રાજકોટ ખાતે ગત 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ અંતર્ગત રમત ઉત્સવમાં ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના રાણીવાડા ગામની સત્યમ માધ્યમિક સ્કૂલના 35 વિદ્યાર્થીઓએ 100 મીટર, દોડ 200 મીટર, દોડ 400 મીટર દોડ, ગોળા ફેક, કબડી સહિત વિવિધ રમતોમાં ભાગ લઇ 26 ગોલ્ડ અને 6 સિલ્વર અને 3 બોન્ઝ મેડલ સહિત કુલ 35 મેડલ પ્રાપ્ત કરતા આજરોજ રાણીવાડા ગામે સત્યમ માધ્યમિક સ્કૂલ ખાતે મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ તકે રાણીવાડા ગામના સરપંચ મુન્નાભાઈ સાંખટ, મુકેશભાઈ ઢાપા એડવોકેટ, ડોક્ટર જયંતીભાઈ શિયાળ,માધાભાઈ ઢાપા, ડોક્ટર ભાવેશભાઈ મકવાણા આચાર્યશ્રી શિવાભાઈ શિયાળ,ટીમ મેનેજર જીગ્નેશભાઈ ઢાપા, મેનેજર ડિરેક્ટર કિર્તીભાઈ મેર,વાઈસ પ્રિન્સિપાલ તુલશીભાઈ સાંખટ સહિત આમંત્રિત મહેમાનો અને શિક્ષક સ્ટાફની ઉપસ્થિતમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા.ભાવનગર
મો.7567026877


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon