સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનના 2 લાંચિયા પોલીસ કર્મચારીઓ 4 લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનના 2 લાંચિયા પોલીસ કર્મચારીઓ 4 લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)
પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી એક જાગૃત નાગરિક એ જાદર પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલ હતી જે અરજી પરત ખેંચવા તેમજ ફરિયાદી વિરૂદ્ધ થયેલી ત્રણ અરજીઓના નિકાલ માટે ફરિયાદી જાગૃત્ત નાગરિક ને હેરાન નહિ કરવાના અવેજ પેટે જાદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ પટેલે ફરિયાદી પાસેથી 10 લાખની માંગણી કી હતી જે પૈકી ફરિયાદી એ 5 લાખ કે જેટલી વ્યવસ્થા થાય તેટલા નાણાં આપવાનો વાયદો કરેલ પરંતુ ફરિયાદી લાંચ ના નાણાં આપવા માગતા ન હતા જેથી ફરિયાદી દ્વારા સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપેલી જે ફરીયાદ આધારે એ.સી.બી. એ છટકુ ગોઠવ્યુ હતું જેમાં 4 લાખ રૂ. સાથે રાખી ઈડર થી હિમતનગર રોડ ઉપર દરામલી પાસે આવેલ આશિષ હોટલ ની સામે આવેલ એચ.પી. પેટ્રોલપંપ પાસે જાહેર માર્ગ ઉપર લાંચ નુ છટકુ ગોઠવતા જાદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ રામજીભાઈ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશજી રાયચંદજી રાઠોડે ફરિયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની માંગણી કરી લાંચના નાણા સ્વીકારી પરંતુ બંને આરોપી પોલીસ કર્મચારીઓને શંકા જતા લાંચના નાણાં લઈ સાથે લાવેલ ગાડીમાં નાસી જઈ ફરાર થઈ એકબીજાની મદદગારી કરી રાજ્ય સેવક તરીકે અપરાધિક ગેરવર્તણૂક કરી ગુન્હો કરતા એ.સી.બી. પોલીસે બંને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.