નેત્રંગ તાલુકામાં રેતમાફિયા ભૂમાફિયા ની રોયલ્ટી પાસ વગર ની રેતી માટી કપચી ભરી જતી ત્રણ ટ્રકો મામલતદારે ઝડપી પાડી - At This Time

નેત્રંગ તાલુકામાં રેતમાફિયા ભૂમાફિયા ની રોયલ્ટી પાસ વગર ની રેતી માટી કપચી ભરી જતી ત્રણ ટ્રકો મામલતદારે ઝડપી પાડી


નેત્રંગ તાલુકામા રેત માફિયા તેમજ ભુમાફિયાઓ થકી રોયલ્ટી ચોરી કરી રેતી,માટી,કપચી વિગેરે ખનીજ નુ બેફામ વહન થઇ રહ્યા નુ ધ્યાન પર આવતા નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી તેમજ સ્ટાફ થકી તા.૧૩/૧૨/૨૦૨૪ને શુક્રવારના રોજ ઓચિંતા જ વાહન ચેકિંગ ની કામગીરી હાથ ઘરાવમા આવતા ત્રણ જેટલી ટ્રકો રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતી ઝડપી પાડી હતી.

જેમા (૧) જીજે - ૨૨ - યુ - ૨૯૨૮ રેતી, (૨) જીજે - ૦૫ - એ યુ - ૯૪૯૪ રેતી, (૩) જીજે- ૦૬ - એ ઝેડ - ૦૧૦૮ રેતી ઉપરોક્ત વાહનો રોયલ્ટી ચોરીમાં ઝડપી પાડી દંડની કાર્યવાહી કરવા બાબતે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચ ને લેખિતમાં જાણ કરવામાં આવતા રોયલ્ટી ચોરી કરતા રેત માફિયા તેમજ ભુમાફિયાઓ ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.