ઉમરાળા ગામે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ૧૧૦૦ બાળકો દ્વારા રેલી યોજી ઉજવણી કરાઇ - At This Time

ઉમરાળા ગામે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ૧૧૦૦ બાળકો દ્વારા રેલી યોજી ઉજવણી કરાઇ


*ઉમરાળા ગામે વિશ્ચ સિંહ દિવસ નિમિત્તે પો.મૂ.સર્વોદય હાઈસ્કૂલ ઉજવણી કરાઇ*

ઉમરાળા ગામે પી.એમ.સર્વોદય હાઇસ્કૂલ અને ડી.એસ.સલોત હાઈસ્કૂલ,જી.કે.પારેખ પ્રા.શાળા સાથે કુમાર અને કન્યા શાળાના અગિયાર સો થી વધારે વિદ્યાર્થી ઓએ સવારે દસ કલાકે પોત પોતાની સ્કૂલમાં વન વિભાગ દ્વારા આપવામાં આવેલ સિંહ વિશેની ડોક્ચુમેન્ટ્રી બતાવી મેદાનમાં બધા વિદ્યાર્થીઓને સિંહનાં મોરા પહેરાવી સ્થાનિક વન વિભાગના કર્મચારી અને શાળાના આચાર્ય સહિત કર્મચારી ગણે શાળાના ચિત્ર શિક્ષક આર.વી. સોલંકીએ શાળા મેદાનમાં દોરેલ સિંહના વિશાળ ચિત્ર નિહાળીને રેલી સ્વરૂપે જોડાઈને હાથમાં બેનર સાથે આખા ગામમાં ફરી સિંહ બચાવવા અંગેનાં સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી ગામ લોકોને આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓને સિંહનાં મોરાં સાથે નિહાળીને આનંદ થયો હતો આખા ગામમાં રેલી ફરી પરત મેદાનમાં ઉમરાળામાં સિંહ બચાવો અભિયાન કન્વીનર પી.બી.મકવાણાએ બધા વિદ્યાર્થીઓ સમક્ષ સિંહ બચાવવા અંગેની પ્રતિજ્ઞાનું વાચન કરી બધાને સિંહ બચાવવાની પ્રતિજ્ઞા લેવડાવેલ ત્યાર બાદ દરેક વિદ્યાર્થીઓ મોરા પહેરીને પોત પોતાને ઘેર ગયા હતા

અહેવાલ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.