વણકર સમાજ ભવન ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ મંત્રી શ્રી પ્રદીપ પરમાર ની ઉપસ્થિતિમાં યોજાયો - At This Time

વણકર સમાજ ભવન ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ મંત્રી શ્રી પ્રદીપ પરમાર ની ઉપસ્થિતિમાં યોજાયો


વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ મંત્રીશ્રી પ્રદિપ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

સાબરકાંઠા અરવલ્લી જિલ્લા વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં હિંમતનગરના વિરપુર મુકામે યોજાયો હતો.
આ સમારોહમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડૉ.બાબાસાહેબ આંબેડકરે સમાજને સંગઠીત બનવા, શિક્ષિત બનવા અને સંઘર્ષ કરવા કહ્યુ હતું. આજના સમયમાં સમાજના લોકો શિક્ષિત બન્યા છે સમાજ બદલાઈ રહ્યો છે. સમાજમાં સુખી સંપન્ન લોકો છે પોતાની મહેનતના જોરે આગળ આવ્યા છે. વિચારધારા સારી છે સમાજનું ભવન બનતું હોય અને લોકો આ ભવનનો લાભ લઈ શકે તે સારો વિચાર છે. અંબાજીમાં 100 વર્ષ પહેલા વણકર સમાજ વાડી બની છે તે એક ગૌરવ લેવા જેવી બાબત છે. આપણે કોઈની પાસે માંગવાનું નથી પોતાની ઈચ્છા પ્રમાણે મદદ કરી આ ભવન બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે યુવાનો લાઇબ્રેરી નો વધુમાં વધુ ઉપયોગ કરી યુવાનો શિક્ષિત બની સમાજને મદદરૂપ બને અને સારી જગ્યાએ નોકરી ધંધા કરી આગળ વધે તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ઇડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા, વિધાનસભા પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી કરસનદાસ સોનેરી, મહામંડલેશ્વર શ્રી શંભુનાથજી બાપુ, સમાજના અગ્રણી શ્રી કે કે ચૌહાણ, શ્રી મણિલાલ વાઘેલા, શ્રી અમૃતભાઈ એસ પરમાર વણકર સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ
આબીદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.