જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ (ન ભૂતો ન ભવિષ્યતી) ઘટના બની - At This Time

જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ (ન ભૂતો ન ભવિષ્યતી) ઘટના બની


જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ (ન ભૂતો ન ભવિષ્યતી) ઘટના બની. પહેલા ક્યારેય ન ઉમટેલી જન મેદની જોવા મળી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડ તથા શ્રી રામનવમી ઉત્સવ સમિતિ જસદણ દ્વારા પ્રભુ શ્રીરામની શોભા યાત્રા નું આયોજન કરવામાં આવેલું હતું. આ શોભાયાત્રા સવારે 8:30 કલાકે ગાયત્રી મંદિરથી નીકળી જસદણના રાજમાર્ગો પર ફરી વાજસૂર પરા ખાતે પૂર્ણ થઈ હતી. આ તકે સમગ્ર જસદણને કેસરી ધ્વજા પતાકાઓથી શણગારવામાં આવેલું હતું. તેમજ શોભાયાત્રા ને આવકારવા જસદણના અનેક મંડળોએ રસ્તામાં ઠેર ઠેર ચા,પાણી,નાસ્તા, સરબત ના સ્ટોલ ઊભા કર્યા હતા. પ્રચંડ જન મેદનીની વચ્ચે માત્ર 7 વર્ષની બાળા તન્વી અખિલભાઇ યાદવ એ શિવ તાંડવ કરી તમામને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. રથયાત્રામાં જોડાયેલા સાધુ સંતો મહંતોએ પણ બાળાને પ્રણામ કરી આશીર્વાદ મેળવી શિવજીના પાત્રને આવકાર્યું હતું.જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ (ન ભૂતો ન ભવિષ્યતી) ઘટના બની. પહેલા ક્યારેય ન ઉમટેલી જન મેદની જોવા મળી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડ તથા શ્રી રામનવમી ઉત્સવ સમિતિ જસદણ દ્વારા પ્રભુ શ્રીરામની શોભા યાત્રા નું આયોજન કરવામાં આવેલું હતું. આ શોભાયાત્રા સવારે 8:30 કલાકે ગાયત્રી મંદિરથી નીકળી જસદણના રાજમાર્ગો પર ફરી વાજસૂર પરા ખાતે પૂર્ણ થઈ હતી. આ તકે સમગ્ર જસદણને કેસરી ધ્વજા પતાકાઓથી શણગારવામાં આવેલું હતું. તેમજ શોભાયાત્રા ને આવકારવા જસદણના અનેક મંડળોએ રસ્તામાં ઠેર ઠેર ચા,પાણી,નાસ્તા, સરબત ના સ્ટોલ ઊભા કર્યા હતા. પ્રચંડ જન મેદનીની વચ્ચે માત્ર 7 વર્ષની બાળા તન્વી અખિલભાઇ યાદવ એ શિવ તાંડવ કરી તમામને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. રથયાત્રામાં જોડાયેલા સાધુ સંતો મહંતોએ પણ બાળાને પ્રણામ કરી આશીર્વાદ મેળવી શિવજીના પાત્રને આવકાર્યું હતું.

રિપોર્ટ વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.