સાયલા તાલુકાની સેજકપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
સાયલા તાલુકાની સેજકપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં સાયલાના રેન્જ ફોરેસ્ટ અધિકારી ડાભીભાઈ તથા લાઈઝન ઝોનલ રમેશભાઈ મેર નાં વરદ હસ્તે શાળામાં બાલવાટિકાનાઅને ધોરણ એક ના બાળકોને પ્રવેશ આપી શિક્ષણ કાર્યના શ્રી ગણેશ કરાવ્યા હતા.ઉપરાંત શાળામાં ગત વર્ષમાં ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું તથા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.,શાળામાં મદદરૂપ થનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું. કાર્યક્રમ દરમિયાન શાબ્દિક સ્વાગત અલ્પાબેન પરમાર તથા સહદેવસિંહ પઢેરિયા એ કર્યું. કાર્યક્રમ નું સંચાલન ધોરણ ૮ ની વિદ્યાર્થીની દેવ્યાંનીબેન ખવડ દ્વારા કરાયું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હિરેનકુમાર જાસેલીયા એ આભાર વિધિ કર્યા બાદ કોમ્પ્યુટર લેબ નું ઉદ્ઘાટન આવેલ મહેમાનો દ્વારા કરાયું. નીપુણ ભારત સાહિત્ય નિદર્શન કરાવવામાં આવ્યું શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો બાળકોના તિથીભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
