27 હિંમતનગર વિધાનસભામાં સાત મતદાન મથકો સંપૂર્ણ મહિલા સંચાલિત કાર્યરત કરાયા
27 હિંમતનગર વિધાનસભામાં સાત મતદાન મથકો સંપૂર્ણ મહિલા સંચાલિત કાર્યરત કરાયા
******
એક ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન, એક આદર્શ મતદાન મથક, એક પી. ડબ્લ્યુ. ડી. સંચાલિત પોલિંગ સ્ટેશન અને એક યુથ પોલિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા
*******
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન આગામી તારીખ 5/ 12/ 2022ના રોજ યોજાનાર છે. જેમાં સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ઇડર અને ખેડબ્રહ્માનો સમાવેશ થાય છે.
જિલ્લામાં નોંધાયેલા તમામ મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ રેલી દ્વારા મતદાન અચૂક કરવાની સાથે લોકશાહીના પર્વને ઉત્સાહભેર ઉજવવા અપીલ કરવામાં આવે છે. અને તંત્ર દ્વારા મતદારોની મતદાન મથકે સુવિધા મળી રહે અને મહિલા મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં સાત મતદાન મથકો સંપૂર્ણ મહિલા સંચાલિત ઊભા કરાયા છે અને તેમાં પાંચ મહિલા સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને તેના નોડલ અધિકારી તરીકે શ્રીમતી મીઠીબેન દેસાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણૂક કરવામાં આવી છે
આ મહિલા મેનેજ પોલિંગ સ્ટેશનમાં 40 વીરપુર -1 પ્રાથમિક શાળા રૂમ નંબર -2 માં કુલ નોંધાયેલા મતદારો 1175 છે અને 34 હિંમતનગર –2માં ત્રિવેણી વિદ્યાલય રૂમ નંબર 6 માં 1045 મતદારો છે.
76 હિંમતનગર -4 મહેતાપુરા પ્રાથમિક શાળા રૂમ નંબર 10 માં 869 મતદારો છે. 190 કાંકણોલ -1 પ્રાથમિક શાળા નંબર 1 બીઆરસી ભવન ખાતે 1167 મતદારો છે. 90 હિંમતનગર- 18 રાજેન્દ્ર બાગ પ્રાથમિક શાળા રૂમ નંબર -બે માં 705 મતદારો નોંધાયેલ છે. 102 હિંમતનગર -30 માં તાલુકા પ્રાથમિક શાળા રૂમ નંબર - 16 માં 479 મતદારો જ્યારે મતદાન મથક 215 ગઢોડા 1 ન્યુ પ્રાથમિક શાળા રૂમ નંબર 5માં 991 મતદારો છે જે તેમના મત અધિકારનો ઉપયોગ મતદાનના દિવસે કરશે.
આ ઉપરાંત 1- હિંમતનગર પેથાપુર 1 પ્રાથમિક શાળા રૂમ નંબર 1 ખાતે ઇકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેમાં 948 મતદારો છે તથા આદર્શ મતદાન મથક 220 હડીયોલ- 3 પ્રાથમિક શાળામાં પ્રાર્થના હોલ જેમાં 1105 મતદારો નોંધાયેલ છે. પી.ડબલ્યુ. ડી મેનેજ પોલીંસ સ્ટેશન 95 હિંમતનગર 23 ડી.આઈ. એલ. આર. ઓફિસ રૂમ નંબર 1 જેમાં 611 મતદારો નોંધાયેલા છે. જ્યાં તેઓ મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 89 હિંમતનગર 17 ખાતે યુથ પોલીંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. માણેક કૃપા હાઈસ્કૂલ રૂમ નંબર 4 કાર્યરત છે જેમાં 1372 મતદારો નોંધાયેલા છે જે તેમના મતાધિકારનો ઉપયોગ મતદાનના દિવસે કરી શકશે. ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓ પણ સકારાત્મક ભૂમિકા ભજવીને મતદારોને સહયોગ કરશે.
આ જ રીતે જિલ્લાના દરેક વિધાનસભા મતદાન વિસ્તારમાં પણ આ જ રીતે સુવિધા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે જેનો મતદારોએ લાભ લઈ અવશ્ય મતદાન કરવું.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.