એનીમલ હેલ્પલાઈન દ્વારા સાધુ વાસવાણી મીટ લેસ ડે પર ‘સર્વશ્રેષ્ઠ આહાર, શાકાહાર’ વિષય પર વેબિનાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mpr8t7ggk5u3et7b/" left="-10"]

   એનીમલ હેલ્પલાઈન દ્વારા સાધુ વાસવાણી મીટ લેસ ડે પર ‘સર્વશ્રેષ્ઠ આહાર, શાકાહાર’ વિષય પર વેબિનાર


   એનીમલ હેલ્પલાઈન દ્વારા સાધુ વાસવાણી મીટ લેસ ડે પર ‘સર્વશ્રેષ્ઠ આહાર, શાકાહાર’ વિષય પર વેબિનાર

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન - રાજકોટ દ્વારા સાધુ વાસવાણી મીટ લેસ ડે પર ‘સર્વશ્રેષ્ઠ આહાર, શાકાહાર’ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણી-જીવમાત્રનાં સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે “ઇન્ટરનેશનલ મીટ લેસ ડે” ઉજવવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્‍મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને બહુચરા માતા માટે મગર! રામ ભગવાન પણ પશુ-પક્ષીઓને ખુબ આદર આપતા. પરંતુ સવાલ એ છે કે સ્વયં દેવતાઓનાં વાહન ગણાતાં આવા પશુ-પક્ષી અને પ્રાણીઓની અત્યારે હાલત શું છે? અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ એ છે કે આવી હાલત પાછળ કોણ જવાબદાર છે? વેજીટેરીયન ખોરાકનાં ઘણા ફાયદાઓ હોય છે. વેજિટેરિયન ખોરાક વધુ સંતુલિત હોય છે, હ્રદય સબંધી રોગોથી દુર રાખીને કાયમ લાંબી આયુનું વરદાન આપે છે, ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. શાકાહાર વિષે આવી જ અવનવી બાબતો જાણવા કરુણા ફાઉન્ડેશન દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટનાં ભારત સરકારનાં પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથીરિયા, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, સદભાવના વૃદ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરિયા, કેળવણીકાર મેહુલભાઈ રૂપાણી, આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ જરીવાલા, ગાર્ડી વિદ્યાપીઠનાં ધર્મેન્દ્રભાઈ મહેતા, જૈન શ્રેષ્ઠી સંજયભાઈ મહેતા, સિંધી સમાજ અગ્રણી સર્વાનંદભાઈ સોનવાણી, શીખ સમાજ અગ્રણી હરિસિંહભાઈ સુચરિયા, મિત્તલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર  વિષયોક્ત માર્ગદર્શન આપશે. આ વેબિનાર 25 નવેમ્બર, શુક્રવારનાં રોજ બપોરે 2 : 30 વાગ્યે એનીમલ હેલ્પલાઈનનાં ફેસબુક પેઈજ https://www.facebook.com/animalhelplinekarunafoundation પર લાઈવ કરવામાં આવશે. સૌ ને આ વેબિનારમાં જોડાવવા મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઇનનાં પ્રતિક સંઘાણી , રમેશભાઈ ઠક્કર ,  ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999), રમેશભાઈ ઠક્કર (મો. 99099 71116) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]