શુધ્ધ જીવનશૈલીની દિશામાં જિલ્લાના ૩૮૦ જેટલા પ્રાકૃતિક ખેડૂતો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે*
*પ્રાંતિજ ખાતે ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું*
***********
*શુધ્ધ જીવનશૈલીની દિશામાં જિલ્લાના ૩૮૦ જેટલા પ્રાકૃતિક ખેડૂતો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે*
************
વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને કારણે લોકોને ગંભીર બિમારીઓનો ભોગ બનવુ પડે છે. વધુ પડતા પેસ્ટીસાઇડના ઉપયોગથી પર્યાવરણીય અસંતુલ જોવા મળી રહ્યુ છે.
આ પરીસ્થિતિના નિવારણ માટે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ,તલોદ અને હિંમતનગર તાલુકાના લગભગ ૩૮૦ જેટલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને FPO(Farmer product organization) બનાવીને ભેગા મળી વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. વેચાણ કેન્દ્ર ખાતે ખેડૂતો દ્વારા SPNF (સુભાષ પાલેકર નેચરલ ફર્મિંગ) પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કઠોળ, ધાન્ય પાકો, બાગાયતી પાકો તેમજ તેના મૂલ્ય વર્ધનથી બનાવેલી પેદાશો વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.અહિં મળતી તમામ વસ્તુઓ રાસાયણિક દવા/ખાતર વગરની પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી હોય છે.એવી વસ્તુ કે જે જિલ્લામાં ઉપલ્બ્ધ ન હોય તો ડાંગ,તલાલા તેમજ સમગ્ર રાજ્યના પ્રાકૃતિક ખેડુતોની ખેત પેદાશો મેળવીને વેચાણ કરવામાં આવે છે.
ખેડૂતોમિત્રો દ્વારા એકબીજાને મદદરૂપ થઈ શકે તેમજ પર્યાવરણને અનુકૂળ બની શકે તેવા ઉમદા હેતુથી ખેડૂતો દ્વારા પ્રાકૃતિક વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક ખેડૂત પોતાની પેદાશ વેચી પણ શકે છે અને ખરીદી પણ કરી શકે છે.તેમજ પાકૃતિક બિયારણ પણ આ વેચાણ કેન્દ્રમાં મળી રહે છે.
રાજ્યપાલશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં પાકૃતિક ખેતી માટે એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ગામડાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહનની સાથે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજના આ સમયમાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર ખરેખર શુધ્ધ જીવનશૈલીની દિશામાં સરાહનીય પ્રયાસ છે.
*****************
*FPO શું હોય છે.*
નાના અને સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે. સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાત,પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે. જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે. ખેડૂતમિત્રોને આ પરિસ્થિતીમાંથી બહાર લાવી ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક સંગઠન ઉભું કરવામાં આવે છે. જેને ખેડૂત ઉત્યાદન સંગઠન (Farmer product organization) FPO કહે છે. એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે. અને ખેડૂતોના હક્કનું રક્ષણ કરે છે.આ સંગઠણ મારફતે સભ્ય ખેડુતોને સુધારેલ બિયારણ તેમજ ઉત્પાદનોબે ભેગા કરીને વેચાણ કરવામાં આવે છે. એફ.પી.ઓ ખેડૂતોની આવક વધારી તેમને આર્થિક રીતે સક્ષમ બનવામાં મદદરૂપ થાય છે.
*******
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.