જસદણના કોઠી ગામના અમિત ભનુભાઈ સાપરાનુ ખેલમહાકુંભમા રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન - At This Time

જસદણના કોઠી ગામના અમિત ભનુભાઈ સાપરાનુ ખેલમહાકુંભમા રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન


જસદણ તાલુકાના કોઠી ગામના અમિત ભનુભાઈ સાપરા હાલ સરદાર પટેલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ (DLSS) ભાવનગર ખાતે અભ્યાસ કરે છે. તેમણે વર્ષ 2025 અંતર્ગત યોજાયેલ ખેલ મહાકુંભ 3.0 મા 3000 મીટર દોડમા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવીને રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો. તેમા રાજ્યકક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતમા પાંચમો નંબર લાવીને તેના શાળા, ગામ અને પરિવારનુ નામ રોશન કર્યું હતુ. તેમજ સ્કૂલ ગેમમા પણ તે 3000 મીટર અને 1500 મીટર દોડમા રાજ્યકક્ષાએ ત્રીજો નંબર લાવ્યો હતો. આ સિદ્ધિ પાછળ તેના માતા પિતા તેમજ તેમના કોચ સુનિલસર ચૌધરીની સખત મહેનતનુ પરિણામ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image