વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાશે:તડામાર તૈયારીઓ - At This Time

વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાશે:તડામાર તૈયારીઓ


વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાશે:તડામાર તૈયારીઓતાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાની આગેવાનીમાં મિટિંગનો ધમધમાટ:અનેરો ઉત્સાહવિસાવદરતા.ભગવાન પરશુરામ માત્ર બ્રહ્મ સમાજના જ આરાધ્ય દેવ નથી પરંતુ સમાજને ન્યાય અપાવનાર ભગવાન વિષ્ણુ નો અંશાવતાર અને જમદગની ઋષિના પુત્ર કે જેઓએ ગાયની રક્ષા માટે રાજા મહારાજાઓ સાથે યુદ્ધ કરી ગાય માતાનું રક્ષણ કરેલ તેવા ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ એટલે અખાત્રીજ આ દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ હોય દરવર્ષની જેમ આ વખતે પણ આ જન્મજયંતિ ધામધૂમથી ઉજવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાની આગેવાનીમાં એક મિટિંગ રાજગોર બ્રહ્મ સમાજની વાડી ખાતે રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં બ્રહ્મ યુવાનો દ્વારા સ્વયંભુ જવાવદારીઓ ઉઠાવી વિવિધ કમિતિઓની રચના કરી ઉત્સવ ઉજવવાનું તથા ડીજે.ના તાલે રાસ ગરબા સાથે જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ.દરવર્ષ ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે તે રીતે આ વર્ષ પણ ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે જેમાં તા.૨૯/૪/૨૫ના રોજ અખાત્રીજના દિવસે બપોરના ૪-૦૦કલાકે આધુનિક પોશાકમાં બ્રહ્મ પરિવારના ભાઈઓ તથા બહેનો દ્વારા રાજગોર બ્રહ્મ સમાજની વાડીએ એકત્રિત થઈ ત્યાંથી વિવિધ ફ્લોટ્સ ટ્રેક્ટરોમાં ભગવાન પરશુરામના ફોટા સાથેના શણગાર સાથે નાના બાળકો દ્વારા ભગવાન પરશુરામ બની ટેક્ટરો શણગારી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગી ઉપર થઈ કાનાબારવાળી શેરીમાં થઈ પોલીસલાઈન વાળી શેરીમાં થઈ ડોબરીયા પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ ધારી બાયપાસ વાળા રોડ ઉપર થઈ જૂની હવેલી પોલીસ સ્ટેશન સામેં આવેલ બ્રહ્મ સમાજની વાડી ખાતે પુરી કરવામાં આવશે અને બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામજીની મહાઆરતી તથા ત્યારબાદ પ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે જેનો સમસ્ત બ્રહ્મ સમાજ તથા અન્ય તમામ સમાજના લોકોને તથા સંસ્થાઓને લાભ લેવા તથા શોભાયાત્રામાં જોડાવવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાં દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ હોવાનું પણ એક અખબારી યાદીમાંજણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતાવિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image