બોટાદ જિલ્લા પર મેઘરાજા થયા મહેરબાન, ગઢડા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ મી.મી. વરસાદ નોંધાયો - At This Time

બોટાદ જિલ્લા પર મેઘરાજા થયા મહેરબાન, ગઢડા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ મી.મી. વરસાદ નોંધાયો


બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૩૫૮ મી.મી. વરસાદ વરસ્યો, બરવાળા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ૮૭ મી.મી. વરસાદ

સતત વરસાદી વાતાવરણ વચ્ચે બોટાદ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદના આગમનથી જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકો ખુશખુશાલ થયા છે. મેઘરાજા મન મુકીને વરસતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૩૫૮ મી.મી. વરસાદ વરસ્યો છે.
બોટાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, ચારેય તાલુકામાં સરેરાશ ૯૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ગઢડા તાલુકામાં ૧૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે. બરવાળા તાલુકામાં ૮૭ મી.મી. વરસાદ પડી ચુક્યો છે. જ્યારે બોટાદ તાલુકામાં ૮૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાણપુર તાલુકામાં ૬૪ મી.મી. વરસાદ વરસ્યો છે.
બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ગઢડા તાલુકામાં સૌથી વધુ કુલ ૪૦૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે બરવાળા તાલુકામાં કુલ ૩૮૦ મી.મી.વરસાદ પડ્યો છે. બોટાદ તાલુકામાં કુલ ૩૦૬ મી.મી. જ્યારે રાણપુર તાલુકામાં કુલ ૩૪૨ મી.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.