વડોદરા અને અમદાવાદ વચ્ચેની ઈન્ટરસિટી ટ્રેનનું કપલર નીકળી ગયું .
અમદાવાદથી વડોદરા આવી રહેલી ઈન્ટરસિટી ટ્રેનનુ કપલર ( એન્જિન અને ડબ્બાઓને જોડતો હિસ્સો ) વડોદરા નજીકના કણજરી બોરિયાવી સ્ટેશન પર તુટી ગયુ હતુ . આ અકસ્માતના પગલે એક તબક્કે એન્જિન સાથેના બે ડબ્બા આગળ નિકળી ગયા હતા અને બાકીના ડબ્બા પાછળ રહી ગયા હતા . લાઈક જોકે કપલર તુટી ગયુ હોવાનો ખ્યાલ આવી જતા એન્જિન ડ્રાઈવરે તરત જ ટ્રેન થોભાવી દીધા હતા . આ અકસ્માતના પગલે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા . આ ટ્રેનના મુસાફરોને બાદમાં સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા . આ અસ્માતના પગલે જોકે વડોદરા અને અમદાવાદ વચ્ચેની એક ઈન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી હતી . રેલવેની એક ટીમ આ અકસ્માતના પગલે સ્થળ પર ધસી ગઈ હતી . આ ટીમે બાદમાં કપલર જોડવાની કામગીરી હાથ ધરશે . અકસ્માતના પગલે આગળના સ્ટેશનોને પણ જાણકારી આપી દેવામાં આવી હતી . જોકે અકસ્માતની ટ્રેન વ્યવહાર પર કોઈ ઝાઝી અસર પડી નહોતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.