જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા અને ચાવડા પરિવાર ગુંદાળા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
ચાવડા પરિવાર ગુંદાળા દ્વારા આયોજિત પુ. સીતારામ બાપુ (જાળીયા/અધેવાડા) ના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા અને ચાવડા પરિવારના સંયુક્ત ઉપક્રમે બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગુંદાળા ગામના ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા મહેમાનો દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ.અને રક્તદાન કેમ્પ માં ૩૯ બોટલ રક્ત એકત્ર થયેલ.
આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાના પ્રમુખ જયેશભાઈ રાજ્યગુરુ , ડી.એ.મહેશભાઈ પટેલ , આઇ.પી.પી. વિપુલભાઈ રાજ્યગુરુ વગેરે ઉપસ્થિત રહેલા.
આ કાર્યક્રમમાં કથાના વક્તા શ્રી પુ. સીતારામ બાપુનું જાયન્ટસ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
