રાજુલા તાલુકાના ગામે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી - At This Time

રાજુલા તાલુકાના ગામે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી


રાજુલા તાલુકાના ગામે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

ભારત દેશમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' (National Science Day) ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામનના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' દિવસ ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રામને ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે 'રામન ઈફેક્ટ'ની શોધ કરી હતી. વર્ષ ૧૯૩૦માં વૈજ્ઞાનિક સર સી.વી. રામનને તેમની 'રામન ઈફેક્ટ'ની શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોળા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આ શાળામાં વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું નાના એવા ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં ફક્ત 500 થી વધુ બાળકો ધરાવતી આ શાળામાં ભવ્ય રીતે આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું આ વિજ્ઞાન મેળામાં અંદાજિત એસી જેટલા બાળ વૈજ્ઞાનિકોએ આ વિજ્ઞાન મેળામાં લાભ લીધેલો જેમાં કુલ 42 જેટલી કૃતિઓ આ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો તેમજ બાળકો દ્વારા સરસ્વતી વંદના ગાવામાં આવેલી સાથે બાળકો દ્વારા ભગવત ગીતા પાઠનું પઠન પણ કરવામાં આવેલું તેમજ આમંત્રિત તમામ મહેમાનોને સ્વાગત કરવામાં આવેલું ઉપસ્થિત મહેમાનોમાં સરપંચ શ્રી હિંડોરણા, ઉપસરપંચ શ્રી ઝીણાભાઈ હાડગરડા,તલાટી કમ મંત્રી મંજુલાબેન કલસરિયા,એસએમસી અધ્યક્ષ શ્રી લાલાભાઇ પટાટ, રાજુલા કે.ની શિક્ષણ મનીષભાઈ વાઘેલા,કાતર CRC પ્રમોદભાઈ પરમાર, ખાખબાઈ આચાર્યશ્રી ચંદ્રિકાબેન ધડુક, છતડીયા આચાર્યશ્રી હારુનભાઈ તેમજ ગામના આગેવાનો જેઠુરભાઈ ઉન્નડભાઈ પટાટ, બીજલભાઇ પટાટ લખમણભાઇ વાવડીયા વગેરે આગેવાનોએ તેમજ ગ્રામજનોએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લઈ બાળકોનું ઉત્સાહ વધારેલ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે 80 બાળકોએ અંદાજિત 38 જેટલી કૃતિઓ બનાવેલ. આ તમામ બાળ વૈજ્ઞાનિકોને ગ્રામ પંચાયત હિંડોરણા તરફથી મોમેન્ટો આપવામાં આવેલ, દાતાશ્રી જેઠુરભાઈ પટાટ તરફથી શાળાના તમામ બાળકોને ચવાણું અને પેંડાનું નાસ્તો કરાવવામાં આવેલ.આ ઉપરાંત બીજલભાઇ પટાટ તરફથી ભાગ લેનારા તમામ બાળકોને આઇસ્ક્રીમ તેમજ કોન ખવડાવવામાં આવેલ. આ ઉપરાંત એસ.એમ.સી હિંડોરણા તરફથી તમામ બાળ વૈજ્ઞાનિકોને કંપાસ બોક્સ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ. આમ એકંદરે શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનોના સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખુબ જ સારી એવી ઉજવણી કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ પારુલ બેન દ્વારા કરવામાં આવેલું


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image