ફાયનાન્સ પેઢી સાથે મળી ખોટી સહીઓ કરી રૂ.40 લાખની લોન લઈ લીધી
સ્વામીનારાયણ ચોક પી.ડી.એમ. કોલેજ પાછળ રહેતાં બ્રિન્દાબેન પટેલ નામની મહિલા સાથે તેના પિતરાઈ ભાઈએ ફાયનાન્સ પેઢી સાથે મળી ખોટી સહીઓ કરી રૂ.40 લાખની લોન લઈ છેતરપીંડી આચરતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે સ્વામીનારાયણ ચોક પી.ડી.એમ. કોલેજ પાછળ રહેતાં બ્રિન્દાબેન નીરજભાઈ પટેલ (ઉ.વ.43) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમિત મનહર બોરડનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઘરેથી જ સર્વીસ પ્રોવાઇડરનુ કામ કરે છે. તેમના પતિ ચારેક વર્ષથી આફ્રીકાના ઝામ્બીયા દેશમાં નોકરી કરે છે. તેઓએ વર્ષ 2017 માં પિતરાય ભાઈ અમીત બોરડ જે ઘરની ઉપર બીજા માળે ભાડે રહેતા હતા તેની સાથે મળી ભગીદારીમાં શ્રી પાવડર કોટીંગ નામની પેઢી ગોડલ રોડ ઉપર શરૂ કરેલ હતી. જેમા લોખંડના પાર્ટને કલર કરવાનુ જોબ વર્ક કરતા અને ભાગીદારી પેઢીના ડીડમાં તેણીનું માત્ર નામ રાખેલ હતુ, પરંતુ વહીવટ તેણીના પતિ નિરજભાઈ પટેલ અને અમીત બોરડ કરતા હતા.
જે પેઢી આહીર ચોકમા અટીકા વિસ્તારમાં ભાડે રાખેલ હતી. છેલ્લે વિરાણી અધાટ પ્લોટ 107 મોની એસ્ટેટની બાજુમા પેઢી ચાલતી હતી. તેણીના પતિ ચારેક વર્ષથી આફ્રિકા જતા રહેલ અને તેમનો પુત્ર ધો.12 માં અભ્યાસ કરતો હોય જેથી તેણી ભાગીદારી પેઢીમા ધ્યાન આપી શકતી ન હોય જેથી પેઢીમાથી છુટુ થવાનુ નક્કી કરેલ અને તા.4/4/2024 ના અમીતને ભાગીદારી પેઢીમાથી છુટા થવાની નોટીશ આપેલ અને બીજા દિવસે સી.એ.સર્ટીફીકેટ સાથે હિસાબ આપેલ જે તેણીના હિસાબ પ્રમાણે મારે રૂ.7,18,219 લેવાના બાકી નિકળતા હતા.
તા 07/05/2024 ના ભાગીદારી પેઢીમાથી તેઓ છુટા થઇ ગયેલ હતા.ત્યારબાદ ડીસેમ્બર-2024 માં પોસ્ટ મારફતે ઘરના સરનામે કલકતા જ્યુડી. મેજીસ્ટ્રેટ તરફથી બે નોટીસ આવેલ હતી. જેમા તા.23/12/2024 ના કોર્ટમા હાજર રહેવા જણાવેલ જેથી તે બાબતે અમીત બોરડને પુછતા કહેલ કે, મે મારી દુકાન ઉપર મોર્ગેજ લોન લીધેલ છે તેવી મને વાત કરેલ હતી.જેથી મીન્ટીફી ફિનસર્વ નામની ફાઇનાન્સ કંપનીમા જઈ મેનેજરને પુછપરછ કરતા તેને લોનના ડોક્યુમેન્ટ બતાવેલ જેમા તેણીની સહીઓ હતી. મેનેજરને કહેલ કે, આ સહી મે કરેલ નથી ત્યારે મેનેજરે કહેલ કે, તમારા ભાઇ અમીત બોરડ સહી કરીને ડોક્યુમેંટ આપી ગયેલ છે અને 40 લાખની મોર્ગેજ લોન લીધેલ છે.
તેણીએ કહેલ કે, આ ડોક્યુમેન્ટમાં સહી તેણીએ કરેલ નથી. તેમજ તેણીના રેસીડેન્ટનો ફોટો પાડેલ હતો તે તેણીના ઘરનો નહી પરંતુ બે શેરી આગળનો કોઇના ઘરનો ફોટો પાડીને લોન ડોક્યુમેન્ટમા રાખેલ હોય તેવુ જણાયેલ હતુ. ઉપરાંત ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ છેતરપીંડીના બનાવમાં ફાયનાન્સ પેઢીની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે, કેમ કે, તેમની હાજરી વિના ડમી ડોક્યુમેન્ટ પર તેઓ લોન કઈ રીતે આપી શકે તે પણ તપાસનો વિષય છે. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
