જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા - At This Time

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ ચોપાટી ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા હતાં.
‘હર ઘર તિરંગા’માં સહભાગી થતાં કલેક્ટરશ્રીએ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લઈ મકાન, દુકાન સહિતના સ્થળોએ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાના પર્વને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવાની નાગરિકોને અપીલ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો પણ ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈ રહ્યાં છે. જિલ્લાભરમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તિરંગા સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેન્વાસ, તિરંગા ટ્રીબ્યુટ, તિરંગા મેળા, અને તિરંગા રન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image