ઉપલેટા તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા પ્રાથમિક શાળાએ મેળવ્યું પ્રથમ સ્થાન
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ ઓક્ટોમ્બર ૨૦૨૩, ઉપલેટામાં તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ યોજાયો હતો જેમાં ઉપલેટા તાલુકાની કુલ ૪૮ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો જેમાંથી ઉપલેટા તાલુકા પ્રાથમિક શાળાની કૃતિ વિભાગ-૧ માં પ્રથમ નંબર મેળવી આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ ઉપલેટા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને જિલ્લા કક્ષાએ કૃતિ રજૂ કરશે અને હજુ પણ ઉતીર્ણ સ્થાન પ્રાપ્ત કરે તેવી સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી છે.
આ કૃતિને જિલ્લા કક્ષા સુધી લઈ જવા માટે શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક જલ્પાબેન જે ઠાકવાણીના માર્ગદર્શન હેઠળ બાળવૈજ્ઞાનિકો અને શાળાના વિદ્યાર્થીઓ એવા પાયલ ડી. વાઘેલા અને ચંદ્રિકા એચ. સંગોડ રાજકોટ જિલ્લા કક્ષાએ પણ સારૂ પ્રદર્શન કરશે તેવી શુભેચ્છાઓ પાઠવી છે જેમાં આવા સારા પ્રદર્શનમાં રૂચિ વધારવા અને ગણિત-વિજ્ઞાનમાં રૂચિ વધારવા અવનવા પ્રયત્નો કરીને શાળાના શિક્ષક જલ્પાબેન ઠાકવાણી દ્વારા કરવામાં આવતી મહેનત રંગ લાવી છે અને રાજકોટ જિલ્લા કક્ષાએ આવતા દિવસોની અંદર ભાગ લઈ જિલ્લા તેમજ તેમથી પણ ઉચ્ચ કક્ષાએ સારૂ પ્રદર્શન કરી શાળા પરિવાર અને સૌ કોઈનું ગૌરવ વધારે તેને લઈને શાળાના આચાર્ય ભગીરથસિંહ રાણા તેમજ સ્ટાફે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે.
તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.