બગસરા શહેરની સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓનું ઉદાસીન વર્તન, દર્દીઓ મુશ્કેલીમાં - At This Time

બગસરા શહેરની સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓનું ઉદાસીન વર્તન, દર્દીઓ મુશ્કેલીમાં


બગસરા શહેરની સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓનું ઉદાસીન વર્તન, દર્દીઓ મુશ્કેલીમાં

બગસરા: શહેરની સરકારી હોસ્પિટલના સ્ટાફના બેદરકારીભર્યા વર્તનને કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. લોકોને જરૂરી સારવાર મેળવવામાં અગવડોઅવગણના શિકાર બનવું પડી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલના કર્મચારીઓ દર્દીઓને યોગ્ય રીતે સંભાળી રહ્યા નથી. જ્યારે દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે સ્ટાફ દ્વારા સમયસર રિપોર્ટ્સ અને દવાઓ ન આપવામાં આવી રહી. આથી દર્દીઓ અને તેમના પરિવારજનો તકલીફ અનુભવી રહ્યા છે.

હોસ્પિટલમાં જમાવણીની વ્યવસ્થા અને સફાઈની સ્થિતિ પણ દયનિય બની ગઈ છે. દર્દીઓએ સતત રાહ જોવી પડે છે અને ઘણીવાર તેમને ચિંતામાં મુકાવું પડે છે.

હોસ્પિટલની આ બેદરકારીને લઈને બગસરાના લોકોએ નારાજગી વ્યકત કરી છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે સરકારી હોસ્પિટલ જ આરોગ્યની સુવિધાઓ પૂરાં પાડવા માટે છે, પરંતુ સ્ટાફના બેદરકાર વર્તનને કારણે આ હેતુ અધૂરો રહી જાય છે.

લોકોનું માનવું છે કે તંત્રએ તાકીદે આ બાબતમાં પગલા લેવાની જરૂર છે અને સ્ટાફની બેદરકારી અટકાવવી જોઈએ.
રિપોર્ટર: હાર્દિક ચૌહાણ


9909019025
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.