મહુવા-રાજુલા બાયપાસ પર શ્રી હનુમાનજી મંદિર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન: વકતા નિકુંજભારથી બાપુનું ભવ્ય સન્માન
(રિપોર્ટ હિરેન દવે)
મહુવા-રાજુલા રોડ બાયપાસ પર આવેલી પવિત્ર ધામ ટીંબી શ્રી હનુમાનજી મંદિરના પવિત્ર પટાંગણમાં ચૈત્ર માસના પાવન અવસરે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. આ વૈદિક કથામાં સુંદર અને મજાનું જ્ઞાન પિરસતા વક્તા પ.પૂ. નિકુંજભારતી બાપુનું મહુવા દશનામ ગોસ્વામી વિકાસ સમિતિના પ્રમુખ ભરતગીરી ચિમનગીરી ગોસ્વામી તથા સમિતિના અન્ય સભ્યોએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ તકે નિકુંજભારતી બાપુએ વિકાસ સમિતિના તમામ સભ્યોને વ્યાસ પીઠ પરથી પોતાના આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજમાં સમિતિ દ્વારા થતા સારાં કાર્યોને બિરદાવતા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ઉપરાંત તેમણે આગાહી કરતા આશીર્વાદ પણ આપ્યા કે, આગામી દિવસોમાં સમાજના ઉજળા ભવિષ્ય માટે સમિતિ સારાં કાર્યો કરતી રહે તેવી શુભકામનાઓ સાથે સભાને સંબોધિત કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
