માળીયા હાટીના માં પ્રારંભ: વેરાવળ બાંદ્રા ટ્રેનનું સ્વાગત કરવા નેતાઓ અધિકારીઓ દ્વારા આપી લીલી ઝંડી - At This Time

માળીયા હાટીના માં પ્રારંભ: વેરાવળ બાંદ્રા ટ્રેનનું સ્વાગત કરવા નેતાઓ અધિકારીઓ દ્વારા આપી લીલી ઝંડી


વેરાવળ બાંદ્રા ટ્રેનને માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માટે માળીયા હાટીના તથા આસપાસના વિસ્તારના લોકોની ઘણા સમયની માંગણીને ધ્યાને લઇ

જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રાલયમાં વેરાવળ બાંદ્રા સ્ટોપ માટે રજુઆત કરી હતી,

જેને ધ્યાનમાં લઇ કેન્દ્રીય રેલ્વે મંત્રાલય દ્વારા વેરાવળ બાંદ્રા ટ્રેનને માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવાની મંજુરી મળતા

માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પર વેરાવળ બાંદ્રા ટ્રેનને વાજતે ગાજતે સ્વાગત વિધી રાખેલ હતી જેમાં મોટી સંખ્યા લોકોએ આપી હાજરી

જેમાં જૂનાગઢ જીલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા , જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા, સોરઠ રેલ્વે હિત રક્ષક સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, drm રવીસ કુમાર,dcm માહસુંદ અહમદ, શંભુસિંહ prf, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, તાલુકા પંચાયત પ્રમુખ આશિષ લાડાણી, સરપંચ જીતુભાઇ સીસોદીયા, માળીયા હાટીના psi બી.કે.ચાવડા, હમીરસિંહ સીસોદીયા, દેવજીભાઈ પટેલ, ઠારણભાઈ સિંધવ, અમીનભાઈ પઠાણ સહિત રેલ્વે ડિવિઝનના અધિકારીઓ સહિત મહાનુભવો આપી હાજરી

ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પ ગુચ્છઆપી કર્યું સન્માન

જ્યારે ટ્રેનના ડ્રાઇવર, ગાર્ડને હાર પહેરાવી અને ફૂલ આપી સન્માન કરાવ્યું હતું શુભેચ્છા પાઠવી હતી.અને પેંડા ખવડાવી મોં મીઠુ કરાવ્યું હતું

આ માટે માળીયા હાટીના તથા આસપાસના વિસ્તારના લોકોમાં ખૂબજ આનંદની લાગણી અનુભવાયેલ છે

પ્રથમ દિવસે મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનની સફરમાં જોડાયા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.