ગૌતમનગરમાં માવતરે રિસામણે આવેલો પત્નીને તેડવા આવેલા પતિનો સાળા પર છરીથી હુમલો
ગૌતમનગરમાં માવતરે રિસામણે આવેલી પત્નીને તેડવા આવેલા પતિએ સાળા પર છરીથી હુમલો કરી બનેવીને ભાઈએ ધોકા-પાઈપથી ફટકારતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે અક્ષરમાર્ગ પર ગૌતમનગર શેરી નં.4 માં રહેતાં દિપકભાઇ દિનેશભાઇ બહુકીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મયુર રવજી છનુરા, અલ્પેશ રવજી છનુરા (રહે. બંને વૈશાલીનગર રૈયારોડ) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે આઇપીસી 324,323,504,506(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે છુટક મજુરીકામ કરે છે. ગઈકાલે રાત્રીના બારેક વાગ્યાની આસપાસ તે ઘરે હતો ત્યારે તેના બનેવી મયુર છનુરા અને તેનો મોટો ભાઈ અલ્પેશ છનુરાએ ઘરે ઘસી આવી અને ફરિયાદીની બહેન ચેતનાબેન અને બનેવી વચ્ચે અવારનવાર બોલાચાલી-ઝગડો થતો હોય જેથી તેણી છેલ્લા ત્રણ દિવસથી ઘરે આવેલ હતી. જેમને લેવા બંને ભાઈઓ આવેલ હોય અને ઝગડો કરી મયુરે છરીના ઘા ઝીંકી દેતાં તેમને કાનમાં અને સાથળના ભાગે ઇજા પહોંચી હતી. તેમજ અલ્પેશે ધોકા વડે ફટકારતાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં 108 મારફતે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.